Team VTV03:10 PM, 06 Aug 21
| Updated: 03:31 PM, 06 Aug 21
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત અનેક પંથકમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ સેવી છે.
રાજ્યમાં હાલ ભારે વરસાદની નથી આગાહી
5 દિવસ સુધી ભારે વરસાદની નહીવત શક્યતા
સૌરાષ્ટ, દક્ષિણ ગુજરાતમાં પડી શકે વરસાદી ઝાપટા
રાજ્યમાં ભારે વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની કોઈ શક્યતાઓ જોવા મળી રહી નથી રાજ્યના હવામાને વિભાગે જણાવ્યું છે કે હાલ સારા વરસાદ પડવાની શક્યતા નહીંવત જોવા મળી રહી છે જો કે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત અનેક પંથકમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ સેવી છે.
5 દિવસ સુધી ભારે વરસાદની નહીવત શક્યતા
આ તરફ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ પડી શેક છે તેવું હવામાને જણાવ્યું છે. મહત્વનું છે કે રાજ્યમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે હજપ પણ જોઈએ એવો વરસાદ થયો નથી ત્યારે ઓગસ્ટના અંત સુધીમાં ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે તેવી હવામાને આગાહી કરી છે.
રાજ્યમાં હજી પણ વરસાદની ઘટ
જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સિઝનનો 22.55 ઈંચ વરસાદ ખાબકી ચુક્યો છે જ્યારે રાજ્યમાં 12 ઈંચ સાથે મોસમનો 36 ટકા વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગયા વર્ષે 5 ઓગસ્ટ સુધી 14 ઈંચ સાથે મોસમનો 43 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો હતો ગત વર્ષની સરખામણીએ વરસાદ હજુ 7 ટકા ઓછો નોંધાયો છે ત્યારે રાજ્યમાં હજુ પણ 41 ટકા વરસાદની ઘટ છે ઘટ હોવાનું મનાઈ રહ્યું છે
ભારે વરસાદ માટે હજુ જોવી પડશે રાહ
અત્યાર સુધી કચ્છમાં 5.51 ઈંચ સાથે મોસમનો 31.61 ટકા, ઉત્તર ગુજરાતમાં 8.70 ઈંચ સાથે મોસમનો 30.78 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 10.70 ઈંચ સાથે મોસમનો 33.79 ટકા સૌરાષ્ટ્રમાં 9.25 ઈંચ સાથે મોસમનો 33.47 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 22.55 ઈંચ સાથે મોસમનો સરેરાશ 39.18 ટકા વરસાદ નોંધાયો છે.