બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / Bad condition of school in Kerala village of Jetpur

મજબૂરી / જેતપુરના કેરાળી ગામની જર્જરીત શાળાની સ્થિતિ તો જુઓ, અનેક રજૂઆતો છતાંય તંત્ર કોઇ મોટી દુર્ઘટનાની રાહ જોઇ બેઠું

Vishnu

Last Updated: 12:15 AM, 7 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરાળી ગામની શાળાના સમારકામ માટે શાળાના સ્ટાફ અને વાલીઓ દ્વારા અનેકવાર રજૂઆત કરાઇ પણ તંત્રના પેટનું પાણી પણ નથી હલતું

  • જેતપુરના કેરાળી ગામની જર્જરીત શાળા
  • કેરાળી શાળાના વર્ગખંડો ખખડધજ
  • વિદ્યાર્થીઓ ખુલ્લામાં ભણવા મજબૂર

જેતપુર તાલુકાના કેરાળી ગામે જર્જરિત પ્રાથમિક શાળાથી વિદ્યાર્થીઓ ખુલ્લામાં ભણવા મજબૂર છે.કેરાળી પ્રાથમિક શાળામાં ધો.1થી 8ના 147 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.આ શાળાના વર્ગખંડોની છત ખખડધજ હાલતમાં જોવા મળી રહી છે.વર્ગખંડની છત પર સળિયા જોવા મળી રહ્યા છે.ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાય તેવી સ્થિતિ છે

શાળાના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખીને વિદ્યાર્થીઓને બહાર ખુલ્લામાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.શાળાની બિસ્માર હાલતને લઇને શાળાના સ્ટાફ,વાલીઓ સહિત ગામના આગેવાનો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે.અનેકવાર રજૂઆત છતાં તંત્ર જાણે કે કોઇ અઘટિત ઘટનાની રાહમાં હોય તેમ કોઇ પણ પ્રકારના પગલાં લેતુ નથી

શું આવી રીતે ભણશે ગુજરાત ?

  • આવી જર્જરિત શાળામાં કેવી રીતે અભ્યાસ કરવો ?
  • આ શાળામાં કોઇ અઘટિત ઘટના બને તો તેના માટે કોણ જવાબદાર ?
  • એક વર્ષથી રજૂઆત કરવા છતાં કેમ કોઇ કાર્યવાહી નહીં ?
  • શું તંત્ર કોઇ મોટી દુર્ઘટનાની રાહ જોઇ રહ્યુ છે ?
  • વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન આપે કે વર્ગખંડની જોખમી છત પર ?
  • વિદ્યાર્થીઓને સુવિધાયુક્ત વર્ગખંડ ક્યારે મળશે ?
  • તંત્ર વિદ્યાર્થીઓ અને વાલીઓને ચિંતામુક્ત ક્યારે કરશે ?

1થી 8 ધોરણમાં 147 વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ
કેરાળી ગામમાં આવેલી આ પ્રાથમિક શાળા માં 1 થી 8 ધોરણ આવેલા છે અને શાળા માં કુલ 147 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે ગંભીર સમસ્યા એ છે શાળાના બધા ઓરડા જર્જરિત અવસ્થા માં છે. ઓરડા ની હાલત એટલી દયનિય છે કે વર્ગ માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે ગમે ત્યારે અઘટિત ઘટના ઘટી શકે છે.

સેન્ટીંગના સળિયા પણ તુટી ગયા
શાળા જર્જરિત હોવા ના કારણે છતમાં મસ મોટા ગબડાઓ પડી ગયા છે તેમજ સળિયા પણ દેખાય રહ્યા છે. આમ તો આખી શાળામાં આ પરિસ્થિત હોઈ ત્યારે શાળા ની આવી દયનિય પરિસ્થિ ને જોઈ વિદ્યાર્થીઓ પણ જીવ ના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

હાલ તો શાળાના સ્ટાફ,વિદ્યાર્થીઓ,વાલીઓ સહિત સ્થાનિક આગેવાનો નવી શાળા બનાવવા માટે રજૂઆત કરી રહ્યા છે.ત્યારે કુંભકર્ણ નિદ્રામાં રહેલુ તંત્ર ક્યારે વિદ્યાર્થીઓ માટે નવી શાળાની વ્યવસ્થા કરે છે તે જોવું રહ્યું?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ