સ્માર્ટ સિટી વડોદરામાં કોર્પોરેશન સંચાલિત કન્ટેનરમાં ચાલતી આંગણવાડીના ખસ્તા હાલ થયા છે. આંગણવાડીમાં પ્રવેશતા જ દરવાજા પાસે મોટુ ગાબડું પડી ગયું છે જેના કારણે બાળકોને ઈજા પહોંચી શકે છે. ત્યારે આંગણવાડીના કેવા ખસ્તા હાલ થયા છે.
વડોદરાના છાણીના રોમન પાર્કની આંગણવાડીના ખસ્તા હાલ
આંગણવાડીમાં આવતા ભૂલકાઓ ગરમીમાં શેકાવા મજબૂર
કોર્પોરેટરે આંગણવાડી માટે જગ્યાની કરી માંગણી
વડોદરાના છાણી વિસ્તારમાં રોમન પાર્કમાં કોર્પોરેશન સંચાલિત કન્ટેનરમાં ચાલતી આંગણવાડીમાં 15 થી 20 જેટલા ભૂલકાઓ શિક્ષણ મેળવે છે. છેલ્લા ઘણા સમયથી કન્ટેનરમાં આંગણવાડી ચાલે છે, જે આંગણવાડીના પ્રવેશ દ્વાર અને કિચનમાં મોટા ગાબડા પડયા છે, જેના કારણે નાના ભૂલકાઓ અને આંગણવાડીના કાર્યકર, હેલ્પર ને ઈજા થઈ શકે છે. ઉનાળામાં અસહ્ય ગરમી છે, ત્યારે આંગણવાડીમાં પંખો પણ નથી. આંગણવાડીમાં શૌચાલયના પણ ખરાબ હાલ છે. તેમ છતાં કોર્પોરેશન તંત્રની ઊંઘ નથી ઉડી રહી. આંગણવાડીના કાર્યકરે અનેકવાર પાલિકામાં રજૂઆત કરી છે પણ કોઈ કામ નથી કરવામાં આવી રહ્યું. એક મહિલા એડવોકેટએ ખાનગી પ્રિ-સ્કૂલના બદલે પોતાના બાળકને આંગણવાડીમાં ભણવા મુક્યા છે, પણ તેઓ પણ આંગણવાડીની દુર્દશા જોઇને નિરાશ થયા છે અને કોર્પોરેશન તંત્રને આંગણવાડીમાં પડેલા ગાબડા ને રિપેર કરવા અને બાળકોને સુવિધા આપવા માંગ કરી રહ્યા છે,
વડોદરામાં આ કન્ટેનરમાં ચાલી રહી છે આંગણવાડી
આંગણવાડીમાં પંખો લગાડી શકતા નથી
વડોદરા કોર્પોરેશન શહેરના વિકાસ માટે કરોડો રૂપિયાનું બજેટ બહાર પાડે છે પણ એક આંગણવાડીમાં પંખો નથી લગાડી શકતા કે આંગણવાડીમાં બાળકોને સુવિધા નથી આપી શકતા. ત્યારે કોંગ્રેસ કોર્પોરેટરે કોર્પોરેશનમાં રજૂઆત કરી છે. કે નવી આંગણવાડી બનાવવા પાલિકા જગ્યા આપે તો તેઓ પોતાના ખર્ચે જ નવી આંગણવાડી બનાવી આપશે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહી રહ્યા છે કે આંગણવાડીના દ્રશ્યો જોઈ દુઃખ થયું, આંગણવાડીમાં તાત્કાલિક પંખા લગાવવા અને જોખમી ગાબડા ની મરામત કરાવવા આદેશ આપ્યા છે. કોંગી કોર્પોરેટર આંગણવાડી બનાવવા તૈયાર હોય તો અમે પણ જગ્યા આપી મદદ કરવા તૈયાર છીએ.
કન્ટેનર આંગણવાડીમાં બાળકો કરી રહ્યા છે અભ્સાસ
કન્ટેનરમાં વગર પંખે ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે
મહત્વની વાત છે કે રાજ્ય સરકાર એક તરફ સર્વ શિક્ષા,ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત જેવા સુફિયાના સૂત્રો સાથે વિવિધ અભિયાન ચલાવે છે પરંતુ બીજી તરફ વડોદરા કોર્પોરેશન રાજ્ય સરકારના અભિયાન પર જ પાણી ફેરવી રહ્યું હોય એમ લાગે છે. કન્ટેનર માં વગર પંખે તપતા ગરીબ ઘરના નાના ભૂલકાઓ પર એસી કેબિન માં બેસતા શાસકો તેમજ અધિકારીઓને દયા નથી આવી રહી, ત્યારે હવે ક્યારે આંગણવાડીમાં ખાડો પૂરાશે અને પંખા લગાવાશે તે હવે જોવું રહ્યું.
કન્ટેનર આંગણવાડીમાં પંખાની પણ વ્યવસ્થા નથી
રાજકોટમાં આંગણવાડીમાં પ્લાસ્ટર પણ ઉખડી ગયું છે
રાજકોટમાં છતનાં પોપડા પણ ઉખડી ગયા
આંગણવાડીનું મકાન 20 વર્ષ કરતા પણ જૂનું
રાજકોટની આંગણવાડીની જર્જરિત હાલત છે. ત્યારે નાના ભૂલકાઓ આવી જર્જરીત આંગણવાડીમાં અભ્યાય કરવો પડી રહ્યો છે. માધાપર ખાતે જર્જરીત આંગણવાડીમાં બાળકો અભ્યાસ કરે છે. સ્થાનિક કોર્પોરેટરની ઉદાસીનતાના કારણે ભૂલકાઓ પર જોખમ તોળાઈ રહ્યું છે. જર્જરીત મકાનમાં નાના ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે. આંગણવાડીનું બાંધકામ 20 વર્ષ કરતા પણ જૂનું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે બજેટમાં જોગવાઈ હોવા છતાં માધાપરના બાળકોને પુરતી વ્યવસ્થા મળતી નથી. ત્યારે આંગણવાડીની દીવાલોમાં મસમોટી તિરાડો જોવા મળી રહી છે. જીવના જોખમે ભૂલકાઓ અભ્સાય કરી રહ્યા છે.
રાજકોટમાં જર્જરીત આંગણવાડીમાં બાળકો કરી રહ્યા છે અભ્સાસ