Bacteria residing in dust carry strongest genes to fight diseases claims new research
સંશોધન /
નવું સંશોધન; ધૂળમાં રહેતા બેક્ટેરિયાના જનીન રોગ સામે લડવા માટે સૌથી સક્ષમ
Team VTV03:19 PM, 30 Jan 20
| Updated: 11:12 PM, 30 Jan 20
એક નવા અભ્યાસમાં દાવો કરાયો છે કે ધૂળમાં રહેતા બેક્ટેરિયા એવા જિન ફેલાવી શકે છે, જે રોગાણુઓને એન્ટિબાયોટિક્સ સામે લડવાની ક્ષમતા આપે છે. સંશોધકોનું કહેવું છે કે આ અભ્યાસની મદદથી માઇક્રોબ્સ એટલે કે રોગાણુઓથી બચવા માટે નવી પ્રતિરોધક દવા વિકસાવી શકે છે.
પીએલઓએસ પેથોજન્સ નામની જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં કહેવાયું છે કે મોટા ભાગના બેક્ટેરિયા હાનિકારક હોતા નથી, છતાં પણ બીમારી થાય ત્યારે તે જિન ફેલાવે છે અને તેનું સંક્રમણ એટલું ખતરનાક હોય છે કે ઇલાજ કરવો મુશ્કેલ બની જાય છે.
અમેરિકાની નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીના સંશોધક અને આ અભ્યાસના સહલેખક ઇરિકા હાર્ટમેને કહ્યું કે તેનો અર્થ એ નથી કે એન્ટિબાયોટિક પ્રતિરોધક દવા અસર કરી રહી નથી. આ માત્ર એક જોખમવાળી બાબત છે અને તેના અંગે આપણે સાવધાન રહેવાની જરૂર છે. અભ્યાસ મુજબ બેક્ટેરિયા પોતાના જિનને વિભાજિત કરીને કે હોરિઝેન્ટલ જિન ટ્રાન્સફરના માધ્યમથી ફેલાવી શકે છે, જેમાં એક રોગાણુ પોતાના જિનની એક પ્રતિ બનાવે છે અને પોતાના પાડોશી જિન સાથે અદલાબદલી કરી લે છે.
તસ્વીર પ્રતિકાત્મક છે
સંશોધકોએ જણાવ્યું કે એન્ટિબાયોટિક પ્રતિરોધી જિન્સને જીવમાં પ્રસારિત કરવાનો આ પ્રાથમિક અને સૌથી ખતરનાક વિચાર છે. આ રીતથી બેક્ટેરિયા અલગ અલગ પ્રકારના જિન્સને પ્રસારિત કરતા રહે છે.