ટેક્નોલોજી /
હવે ત્રણથી પાંચ દિવસ નહીં, થોડી જ મિનિટોમાં થશે બેક્ટેરિયાની તપાસ
Team VTV01:13 PM, 13 May 19
| Updated: 03:18 PM, 13 May 19
સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનું ઈન્ફેકશન થતા ડોક્ટરો એન્ટીબાયોટિક દવાઓ આપે છે. તપાસમાં ત્રણથી પાંચ દિવસનો સમય લાગે છે તેથી સેમ્પલ મોકલ્યા બાદ રિપોર્ટની રાહ જોતા જોતા દર્દીએ એન્ટીબાયોટિક લેવી પડે છે. અત્યાર સુધી ત્રણથી પાંચ દિવસ સુધીનો સમય લાગતો હતો. એન્ટિબાયોટિક દવાઓ ખાવાથી બચી શકાશે.
વોશિંગ્ટનઃ સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનું ઈન્ફેકશન થતા ડોક્ટરો એન્ટીબાયોટિક દવાઓ આપે છે. તપાસમાં ત્રણથી પાંચ દિવસનો સમય લાગે છે તેથી સેમ્પલ મોકલ્યા બાદ રિપોર્ટની રાહ જોતા જોતા દર્દીએ એન્ટીબાયોટિક લેવી પડે છે. આવા સંજોગોમાં ઈમ્પેકશનનું કારણ બેક્ટેરિયા ન હોય તો દર્દીઓ ઓવર પ્રિસ્ક્રિપ્શનનો શિકાર બને છે. કારણ વગર એન્ટીબાયોટિકનું સેવન શરીરને નુકસાન પહોંચાડે છે.
હવે વિજ્ઞાનીએ આ મુશ્કેલી સામે લડવા મોટું પગલું ભર્યું છે. એવું એક ડિવાઈઝ વિકસાવ્યું છે જેની મદદથી થોડી જ મિનિટોમાં જાણ થઈ જશે કે ઈન્ફેકશનનું કારણ બેક્ટેરિયા છે કે નહીં. અમેરિકાની પેનસ્ટેટ યુનિવર્સિટીએ આ ડિવાઈસ વિકસાવ્યું છે તેની મદદથી માત્રા અડધો કલાકમાં જાણી શકાશે કે સેમ્પલ બેક્ટેરિયા છે કે નહીં. જેનાથી એ નક્કી કરવું સરળ હશે કે દર્દીને કંઈ દવાની જરૂર છે. હજુ આ પ્રકારની તપાસમાં ત્રણથી પાંચ દિવસનો સમય લાગી જાય છે. પ્રો. વોન્ગ અને તેમની ટીમે આ ડિવાઈસ માટે પેટન્ટનો દાવો કર્યો છે.