બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / UPમાં 4 હાથ, 4 પગ અને બે મોઢા વાળા બાળકનો જન્મ, સૌ કોઈ સ્તબ્ધ, પછી દુઃખ ભર્યું થયું!

હે ભગવાન / UPમાં 4 હાથ, 4 પગ અને બે મોઢા વાળા બાળકનો જન્મ, સૌ કોઈ સ્તબ્ધ, પછી દુઃખ ભર્યું થયું!

Last Updated: 09:37 AM, 23 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના સીતાપુર જિલ્લામાં એક મહિલાએ સરકારી હોસ્પિટલમાં ચાર હાથ, ચાર પગ અને બે મોંવાળા બાળકને જન્મ આપ્યો હતો, જેની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ઉત્તર પ્રદેશના એક ઘરમાં બાળકનો જન્મ થયો અને આખો પરિવાર બાળકની પ્રથમ ઝલક જોવા માટે રાહ જોઈ રહ્યો હતો. પરંતુ જ્યારે લોકોએ બાળકને જોયો તો તેઓ ચોંકી ગયા હતા કારણ કે બાળકને ચાર હાથ, ચાર પગ હતા અને બે મોં પણ હતા. હાલ તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ કિસ્સો છે યુપીના સીતાપુર જિલ્લાનો, જ્યાં એક મહિલાએ સરકારી હોસ્પિટલમાં આ બાળકને જન્મ આપ્યો હતો, જે બાદ ચાર હાથ, ચાર પગ અને બે મોંવાળા બાળકને જોવા માટે લોકોની ભીડ પણ જમા થઈ હતી. જો કે બાળક લાંબા સમય સુધી જીવી ન શક્યો અને બાળકનો જન્મ થયાના થોડા કલાકો બાદ જ મૃત્યુ થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર સીતાપુરના કિર્તાપુર ગામમાં રહેતા રામપાલની પત્ની પૂનમને પ્રસૂતિ માટે રેવાન સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી હતી. જ્યારે તબીબોની ગેરહાજરીમાં સ્ટાફ નર્સ રાજકુમારીએ બાળકની નોર્મલ ડિલિવરી કરાવી હતી, પરંતુ બાળકનો જન્મ થતાં જ હોસ્પિટલનો સ્ટાફ જ નહીં પરંતુ નવજાત શિશુના માતા-પિતા પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

PROMOTIONAL 12

વધુ વાંચો: પોચા હ્રદયવાળા ન જોતાં આ વીડિયો, જિમમાં કસરત કરતાં કરતાં શખ્સનું તડપતું મોત

સવારે લગભગ 5 વાગ્યે મહિલાએ આ બાળકને જન્મ આપ્યો અને આ બાળકને જોવા માટે ગામમાંથી મોટી સંખ્યામાં લોકો આવવા લાગ્યા. જોકે, લગભગ 5 કલાક બાદ સવારે 10 વાગ્યે બાળકનું મોત થયું હતું. ડૉક્ટરોએ જણાવ્યું કે બાળકનું શરીર બીજા શરીર સાથે જોડાયેલું હતું, એટલે કે એક શરીર વિકસિત હતું જ્યારે બીજું શરીર અવિકસિત હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Child With Four Hand And Leg Sitapur Newborn Sitapur News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ