બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, રીપોર્ટ આવે તે પહેલા જ ચાર વર્ષની બાળકીએ ગુમાવ્યો જીવ

જામનગર / ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, રીપોર્ટ આવે તે પહેલા જ ચાર વર્ષની બાળકીએ ગુમાવ્યો જીવ

Last Updated: 04:04 PM, 7 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાંદીપુરા વાયરસને કારણે વધુ એક બાળકીએ જીવ ગુમાવ્યો છે. જામનગરમાં ચાંદીપુરા વાયરસનાં કુલ 14 કેસ નોંધાવા પામ્યા છે. જેમાં 8 દર્દીઓનાં મૃત્યું થયા છે.

જામનગરમાં ચાંદીપુરા વાયરસનાં કારણે એક બાળકીનું મોત નિપજ્યું છે. ધ્રોલની 4 વર્ષીય બાળકીનું જીજી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ આવે તે પહેલા જ મોત થયું હતું. જામનગરમાં એક મહિનામાં ચાંદીપુરાનાં 14 કેસ નોંધાયા હતા. જામનગરમાં અત્યાર સુધી 8 દર્દીનાં મૃત્યું થયા હતા. તેમજ 2 બાળકોની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

કેવી રીતે ફેલાય છે આ વાયરસ

આ વાયરસ ફ્લેબોટોમાઇન નામની માખીને કારણે ફેલાય છે. માત્ર માખી જ નહીં પરંતુ એડીસ મચ્છરને કારણે પણ આ વાયરસ ફેલાય છે. આ એડીસ મચ્છર એજ મચ્છર છે કે જેને કારણે ડેગ્યુ થાય છે. જે જગ્યા પર ગંદકી હોય, પાણી ભરાયા હોય, લોકો શૌચ કરવા માટે બહાર ખુલ્લામાં જતા હોય ત્યારે આ ગંદકીમાં આ મચ્છર અને માખીથી ફેલાય છે. જે આપણને કરડે તો આપણે ચાંદીપુરા વાયરસની અસર થાય છે.

ચાંદીપુરા વાયરસના લક્ષણો

ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિમાં તાવ માથાનો દુઃખાવો, આંખો લાલ થવી, અશક્તિ જેવું લાગવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા લક્ષણ જોવા મળે છે. આ સાથે ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની સમસ્યાઓ પણ થઈ શકે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે, જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલદીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે.

વધુ વાંચોઃ 60 કિમીની ઝડપથી ફૂંકાશે પવન, મન મૂકીને વરસશે મેહુલિયો, આ જીલ્લાઓમાં યલો એલર્ટ

આ વાયરસથી બચવા શું કરવું

વાયરસથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ. ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ (સૂર્ય પ્રકાશ આવે) રહે તેવી વ્યવસ્થા કરવી. 14 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં ઊંઘાડવાનો આગ્રહ રાખો. બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધુળમાં) રમવા દેવા નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chandipura virus jamnagar girl died
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ