બોલિવૂડ / આ જાણીતી સિંગરને થયો કોરોના, એરપોર્ટ પર તપાસ કરાવ્યા વિના જ ભાગી

Baby Doll singer Kanika Kapoor tests positive for Coronavirus

બોલિવૂડની પ્રખ્યાત પ્લેબેક સિંગર કનિકા કપૂર કોરોનાગ્રસ્ત હોવાના સમાચાર આવી રહ્યાં છે. તે 15 માર્ચે લંડનથી લખનઉ આવી હતી. હાલમાં મળેલી માહિતી પ્રમાણે એરપોર્ટ પર તે ગ્રાઉન્ડ સ્ટાફની સાથે મળીને વોશરૂમમાં છુપાઈને તપાસ કરાવ્યા વિના ભાગી ગઈ હતી. કનિકાએ રવિવારે લખનઉના ગેલેન્ટ એપાર્ટમેન્ટમાં એક પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી, જેમાં લખનઉના તમામ મોટાં ઓફિસરો અને નેતા સહિત 100થી વધુ લોકો સામેલ થયા હતા. હવે કનિકા કોરોનાગ્રસ્ત હોવાના સમાચાર સામે આવ્યા પછી આખા એપાર્ટમેન્ટમાં હડકંપ મચ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ