ફિલ્મ રિવ્યુ /
સમાજની વાસ્તવિકતાને ઉજાગર કરતી ગુજરાતી એક્શન ફિલ્મ
Team VTV07:50 PM, 18 Jan 20
| Updated: 07:59 PM, 18 Jan 20
આ શુક્રવારે એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ છે. જેને મિલન શર્માએ ડાયરેક્ટ કરી છે અને રાજ રાઠોડે ફિલ્મની કહાની લખી છે. ફિલ્મ લોકોને પસંદ આવી રહી છે. એક સ્ટોરીને સુંદર રીતે ફિલ્માવવામાં આવી છે.
ડિરેક્શન
બાબુભાઈ સેન્ટિમેન્ટલ નવા ચેહરાઓને લઈને બનાવવામાં આવેલી એક્સન ફિલ્મ છે. ફિલ્મ માલધારી સમાજની પુષ્ઠભૂમિ પર નિર્માણ પામી છે. ફિલ્મને એન્ટરટેનિંગ બનાવવા માટે કોમેડી અને પંચ લાઈન ડાયલોગ્સનું ટાઈમિંગ ગજબ છે. સ્ટોરીને ન્યાય આપવામાં ફિલ્મ ડિરેક્ટર મિલન શર્મા સફળ રહ્યાં છે.
સ્ટોરી
રાજ રાઠોડે લખેલી ફિલ્મની સ્ટોરી તમને સાઉથ અને બોલીવુડનું મિશ્રણ હોય તેવું શરુઆતમાં લાગે પણ જેવી ફિલ્મ ગતિ પકડે કે તમને ગુજરાતનો આશ્વાદ ચખાડશે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો એક માલધારી પરિવારનો સંઘર્ષ બતાવવામાં આવ્યો છે. જેમાં એક પાવરફુલ બિલ્ડર દિવાકર શેઠ આ પરિવારની જમીન હડપ કરી લે છે. તેનાં બદલામાં તે બીજે ઉજ્જડ જગ્યાએ જમીન આપે છે. સમસ્યાનો સામનો કરી રહેલાં પરિવારનાં મોભી દિકરા બાબુને કામ કરવાની જગ્યાએ અભ્યાસ કરવા પર ભાર મુકે છે. પિતાનું સપનું પુરુ કરવાં દિકરો આઈએએસ ઓફિસર બનવા માંગે છે. પરંતુ એવું કંઈક બને છે કે આઈએએસ બનવા માંગતો બાબુ હથિયાર ઉપાડી લે છે. બાબુની જીંદગીમાં એવું તો શું બને છે કે તેણે હથિયાર ઉપાડ્યું તે જાણવા ફિલ્મ જોવી રહી...
એક્ટિંગ
એક્ટિંગની વાત કરીએ તો નવા કલાકારોએ દમદાર એક્ટિંગ કરી છે. બાબુનાં રોલમાં નક્ષરાજે અદભૂત એક્ટિંગ કરી છે. ત્યારે શિવાનીએ પણ પોતાના કિરદારને ન્યાય આપ્યો. ફિલ્મનાં તમામ કલાકારોએની એક્ટિંગ વખાણવા લાયક છે.
મ્યુઝિક
ફિલ્મનો બેક ગ્રાઉન્ડ સ્કોર સારો છે. ક્યાંક ક્યાંક થોડું લાઉડ લાગે છે પરંતુ ફિલ્મનાં ગીતો મનને સ્પર્શી જાય તેવાં છે. જે ફિલ્મની સ્ટોરીને આગળ વધારવામાં પણ ભૂમિકા ભજવી રહ્યાં છે. ત્યારે ફિલ્મનું ટાઈટલ સોંગ લોકોને પસંદ આવી રહ્યું છે. મનોરંજનથી ભરપુર એક્શન ફિલ્મ ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે. ફિલ્મનો પહેલો ભાગ સ્લો છે પણ પછીથી ફિલ્મ સ્પીડ પકડે છે.
ટેક્નિકલ
ફિલ્મની સિનેમેટોગ્રાફી ખૂબ સારી છે. લોકોએ ખૂબ વખાણી છે.