બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 2025 શરૂ થતાં જ બાબા વેંગાની બે ભવિષ્યવાણી સાચી ઠરી, આવનારી આગાહીઓ ઊંઘ ઉડાવે તેવી

આગાહી / 2025 શરૂ થતાં જ બાબા વેંગાની બે ભવિષ્યવાણી સાચી ઠરી, આવનારી આગાહીઓ ઊંઘ ઉડાવે તેવી

Last Updated: 07:54 PM, 13 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2025ની શરૂઆતમાં ચીનમાં ફેલાતા HMPV વાયરસ અને લોસ એન્જલસમાં લાગેલી ખતરનાક આગે બધાને ચોંકાવી દીધા છે. શું આ ઘટનાઓ બાબા વેંગા તરફથી ચેતવણીનો સંકેત છે? ચાલો જાણીએ આ રહસ્યમય ભવિષ્યવાણી વિશે વધુમાં.

બાબા વેંગાએ 2025ની શરૂઆતમાં એક મોટી વિનાશક ઘટનાની આગાહી કરી હતી. લોકો આ આગાહીને ચીનમાં ફેલાતા HMPV વાયરસ અને લોસ એન્જલસના જંગલોમાં લાગેલી ખતરનાક આગ સાથે જોડી રહ્યા છે.

બાબા વેંગાએ આંખોની રોશની ગુમાવ્યા બાદ ભવિષ્ય જોવાની વિશેષ શક્તિ મેળવી હતી. 9/11ના હુમલા, પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ અને 2004ની સુનામી જેવી તેમની મોટી આગાહીઓ સાચી સાબિત થઈ છે.

2025 ની શરૂઆતમાં, ચીનમાં HMPV વાયરસે વિશ્વને આંચકો આપ્યો હતો. આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને ડોક્ટર તેને રોકવાનો પ્રયાસ પણ કરી રહી છે. વાત કરીએ, લોસ એન્જલસમાં જંગલમાં લાગેલી આગની તો તેમાં શહેર સંપૂર્ણ નાશ પામ્યું હતું. આ આગમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે અને 12,000થી વધુ ઈમારતો બળીને ખાખ થઈ ગઈ છે. આગ ઓલવવા માટે હેલિકોપ્ટરથી પાણી છોડવામાં આવી રહ્યું છે, પરંતુ નુકસાન પહેલા જ થઈ ગયું છે.


વધુ વાંચો: માણસ જેવા દાંત વાળી માછલી! અહીં મળી નવી પ્રજાતિ, વીડિયો જોઈ ચોંકી જશો

જોકે બાબા વેંગાએ તેમની આગાહીમાં કહ્યું હતું કે, 2025માં કુદરતી આફતો અને રોગચાળા થવાની સંભાવના છે. તેમની આગાહી ઘણીવાર અસ્પષ્ટ અને અર્થઘટન પર આધારિત હોય છે. આ આગ અને વાયરસ તેમની ચેતવણીના સંકેતો હોઈ શકે છે, પરંતુ તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જો કે, આ ઘટનાઓએ ફરી એકવાર તેમની આગાહીને ચર્ચામાં લાવી દીધી છે.

બાબા વેંગાની સચોટ આગાહીમાં 2001ના 9/11ના હુમલા, કાર અકસ્માતમાં પ્રિન્સેસ ડાયનાનું મોત અને 2004ની સુનામીનો સમાવેશ થાય છે. તેમની આ આગાહી ઘણી વખત સાચી સાબિત થઈ છે, પરંતુ તેમના આલોચકો આવી આગાહીને માત્ર સંયોગ અથવા બકવાસ માને છે. તેમ છતાં આવી રહસ્યમય આગાહીઓ આજે પણ લોકોમાં ચર્ચાનો વિષય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Baba Vanga World Baba Vanga Prediction
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ