બ્રેકિંગ ન્યુઝ
Bhushita
Last Updated: 10:43 AM, 27 December 2020
ADVERTISEMENT
બાલ્કાનની નાસ્ત્રેદમસ કહેનારી એક ભવિષ્ય વક્તા બાવા બેંગા 2021ને લઈને અનેક ભવિષ્યવાણી કરી છે. તેમની ભવિષ્યવાણીની આધારે માનવતાને માટે પણ 2021 ખતરનાક સાબિત થવાનું છે. 2021માં દુનિયા પ્રલયનો સામનો કરશે અને અનેક આફતો આવશે. તો કેન્સર જેવી મહાબીમારીમાંથી મુક્તિ મળવાની પણ તેમણે આગાહી કરી છે.
ઉલ્લેખનીય છે કે 86 વર્ષની ઉમરમાં 1996માં દુનિયાને અલવિદા આપી ચૂક્યા છે. તેઓએ 9/11 હુમલો, બ્રેક્ઝિટ સંકટ સહિત દુનિયામાં ઘટી ચૂકેલી અનેક ઘટનાઓની એકદમ સચોટ ભવિષ્યવાણી કરી હતી.
એક મોટું ડ્રેગન માનવતા પર કબ્જો કરશે
ADVERTISEMENT
2021ને લઈને તેઓએ કહ્યું કે દુનિયા અનેક મોટા પ્રલય અને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરશે. જ્યારે તેઓએ કહ્યું કે એક મોટું ડ્રેગન માનવતા પર કબ્જો કરશે. જાણકારોના અનુસાર બાબા વેંગાએ આ વાતની મદદથી ચીનની તરફથી સંકેત આપ્યો છે. આ સિવાય તેઓએ ઈંધણને લઈને પણ મોટી વાત કહી છે. બાબાના અનુસાર પેટ્રોલિયમ ઉત્પાદન રોક્યા બાદ ટ્રેન સૂર્યની રોશનની મદદથી હવામાં ઉડશે.
આ નેતાઓને લઈને કરી મોટી ભવિષ્યવાણી
બાબા વેંગાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીનના ભવિષ્યની પણ ચર્ચા કરી હતી. તેઓએ કહ્યું કે ટ્રમ્પને રહસ્યમયી બીમારી ઘેરી લેશે અને જેના કારણે તેઓ બહેરા થઈ જશે .તેમને બ્રેન ટ્રોમા થશે. તેઓએ પુતિન પર હુમલો થશે તેમ પણ કહ્યું છે. તેઓએ કહ્યું કે તેમના જ દેશનો કોઈ જાનલેવા હુમલો કરશે. તેઓએ કહ્યું કે યૂરોપ પર કટ્ટરવાદી હુમલો કરાશે.
2021ની બાબા વેંગાની ભવિષ્યવાણી
કોણ છે બાબા વેંગા?
બાબા વેંગાની સાચી ભવિષ્યવાણી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.