34000 લોકોને નોકરી આપશે બાબા રામદેવ, આ છે માસ્ટર પ્લાન

By : vishal 04:51 PM, 07 December 2018 | Updated : 04:51 PM, 07 December 2018
આવનાર દિવસોમાં યોગગુરૂ બાબા રામદેવની પતંજલિ લગભગ 34 હજાર લોકોને નોકરી આપશે. આ નોકરીઓ અલગ અલગ કેટેગરી અને વેતનની હશે.

સમગ્ર અહેવાલ વિશે જણાવીયે તો, બાબા રામદેવની પતંજલિ પ્રોડક્ટ આંધ્ર પ્રદેશના વિજયનગર જીલ્લામાં 634 કરોડ રૂપિયાના ખર્ચે વિશાળ ફૂડ પાર્કની સ્થાપના કરશે. 

આ પ્રોજેક્ટને લઇને તાજેતરમાં જ બાબા રામદેવે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત બાદ મુખ્યમંત્રી કાર્યાલય તરફથી વિસ્તાર પૂર્વક જાણકારી આપવામાં આવી હતી. 

તેમાં જણાવવામાં આવ્યું હતું કે, પતંજલિ ફૂડ એન્ડ હર્બલ પાર્ક ચિન્નારાવલ્લી ગામમાં 172.84 એકર જમીનમાં લગાવવામાં આવશે.  કાર્યાલય તરફથી મળેલી માહિતી મુજબ આ પ્રોજેક્ટમાં 33400  લોકોને રોજગારી મળશે. 

આ ફૂડ પાર્કમાં મુખ્ય સુવિધાઓની વાત કરીએ તો જેમાં બ્લાસ્ટ ફ્રીઝર સાથે કોલ સ્ટોરેજ, મસાલા અને અનાજ માટે ગ્રેડિંગ પૅકિંગ સુવિધા અને ડ્રાય વેયરહાઉસની સ્થાપના કરવામાં આવશે.

જણાવવામાં આવી રહ્યું છે કે, આ ફૂડ પાર્કથી રાજ્યના ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થશે. ખેડૂતોને તેમના ઉત્પાદનનો સારો ભાવ મળશે. Recent Story

Popular Story