બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Baba Ramdev said that the young people who are so educated are invited to become sannyasi

વાયરલ / પતંજલિએ શરૂ કર્યા સન્યાસી કોર્સ! બાબા રામદેવે કહ્યું આટલું ભણેલા યુવાઓને સન્યાસી-બ્રહ્મચારી બનવા આમંત્રણ

Vikram Mehta

Last Updated: 04:12 PM, 16 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાબા રામદેવે સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ. સન્યાસી બનવા માંગતા યુવક અને યુવતીઓ માટે સન્યાસ મહોત્સવનું આયોજન કરવામાં આવશે.

•    બાબા રામદેવે શરૂ કર્યા સન્યાસી કોર્સ.
•    સન્યાસ મહોત્સવ 22-30 માર્ચ સુધી ચાલશે સન્યાસ મહોત્સવ.
•    પતંજલિ યુનિવર્સિટીમાં શિક્ષા-દીક્ષા મેળવો.


યોગગુરુ બાબા રામદેવે દેશના યુવાઓને સન્યાસી બનવા માટેનું આમંત્રણ આપ્યું છે. જે માટે બાબા રામદેવે કાયદેસર રીતે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરવાની સાથે સાથે ન્યૂઝપેપરમાં એડવર્ટાઈઝ પણ આપી છે. 

બાબા રામદેવે જણાવ્યું છે કે, સન્યાસી બનવા માંગતા યુવક અને યુવતીઓએ કઈ શરત પૂરી કરવાની રહેશે. જે માટે સન્યાસ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. આ સન્યાસ મહોત્સવ 22 માર્ચથી શરૂ થશે અને 30 માર્ચ સુધી ચાલશે. 12 પાસ, સ્નાતક, અનુસ્નાતક યુવાઓ અરજી કરી શકે છે. બાબા રામદેવે એક પોસ્ટરમાં જણાવ્યું છે કે, કોઈપણ જાતિ અને સમુદાયમાં જન્મેલ સાધારણ વ્યક્તિ મોટી મોટી ક્રાંતિઓ કરી શકે છે. તે વ્યક્તિ પરાક્રમી અને પ્રચંડ પુરુષાર્થી હોવો જોઈએ. 

મહાન ઋષિઓ જેવું વ્યક્તિત્વ પેદા થશે

બાબા રામદેવે યુવાઓને રામનવમી પર પતંજલિ આવવા અને દીક્ષા લઈને સન્યાસી જીવવાની અપીલ કરી છે. બાબા રામદેવ જણાવે છે કે, પતંજલિ યુનિવર્સિટીમાં આવીને શિક્ષા-દીક્ષા મેળવો અને તમારા અંદરના મહાન ઋષિઓ જેવું વ્યક્તિત્વ પેદા કરો. 

સનાતન માટે સમર્પિત થશે સન્યાસી યુવા

પોસ્ટરમાં જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ જાતિ અને પ્રાંતના માતા પિતા પોતાના પ્રતિભાશાળી બાળકોને શિક્ષા-દીક્ષા લઈને નામ રોશન કરવા માટે સ્વામી રામદેવ પાસે સન્યાસ માટે મોકલી શકે છે. આ બાળકો સનાતન ધર્મ માટે સમર્પિત રહેશે. 

યુવાઓ પોતાની મરજીથી આવી શકે છે

વધુમાં જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ યુવા પોતાની મરજીથી સન્યાસ લેવા માંગે છે અને માતા પિતા અજ્ઞાનતાને કારણે સમજી નથી શકતા. તેમ છતાં તેઓ માતા પિતાની મંજૂરી વગર પતંજલિ યોગપીઠ આવી શકે છે. સ્વામી રામદેવ અને મહર્ષિ દયાનંદ જેવા સન્યાસીઓ આ પ્રકારે જ તૈયાર થયા હતા. 

પતંજલિ યુનિવર્સિટીમાંથી કરી શકાય છે કોર્સ

બાબા રામદેવે દાવો કર્યો છે કે, પતંજલિ યુનિવર્સિટીમાંથી યોગ વિષયમાં BA, MA, BAMS અને BYNS ની સાથે સાથે દર્શનશાસ્ત્ર, વેદશાસ્ત્ર અને વ્યાકરણ સહિત સંસ્કૃત તથા સાહિત્યમાં પણ BA અને MA કરી શકાશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

BA in yoga Baba Ramdev patanjali University sanyas mahotsav sanyasi course Viral
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ