પાકિસ્તાનને લઈને બાબા રામદેવે મોટુ નિવેદન આપ્યું છે. રાજસ્થાનના પ્રસિદ્ધ સાલાસર બાલાજી ધામમાં આયોજીત મહાયજ્ઞમાં શામેલ થયા બાદ બાબા રામદેવે કહ્યું કે પાકના ચાર ટૂકડા થશે અને પીઓકે, બલુચિસ્તાન તથા સિંધ પ્રાંત ભારતમાં શામેલ થશે.
યોગ ગુરૂ બાબા રામદેવનું મોટુ નિવેદન
સાલાસર બાલાજી ધામમાં આવ્યા બાબા રામદેવ
રામદેવે કહ્યું અમારા માટે રાષ્ટ્ર ધર્મ સૌથી મોટો
બાબા રામદેવે પાકિસ્તાનને લઈને મોટુ નિવેદન આપ્યું છે. રામદેવે ચુરૂના સુઝાનગઢમાં સ્થિત પ્રસિદ્ધ સિદ્ધપીઠ સાલાસર બાલાજી ધામમાં પીઓકેને ભારતમાં શામેલ કરવાની કામનાને લઈને કરવામાં આવી રહેલા હનુમન મહાયજ્ઞમાં હાજરી આપી હતી. યોગ ગુરૂ બાબા રામદેવે આ સમયે આવું નિવેદન આપ્યું હતું.
બાબા રામદેવે કહ્યું કે જે રીતે પાકિસ્તાનમાં સ્થિતિ છે તેનાથી સ્પષ્ટ જાહેર થાય છે કે તેના જલ્દી જ ચાર ટુકડા થશે. પીઓકે, બલુચિસ્તન અને સિંધ પ્રાંત ભારતમાં શામેલ થશે. પાકિસ્તાન માત્ર નાનો દેશ રહી જશે. તેમણે કહ્યું કે જલ્દી જ અમારૂ અખંડ ભારતનું સપનું પુરૂ થશે.
બાબા રામદેવે સંભળાવી કથા
બાબા રામદેવે અહીં પદ્ વિભૂષણ ચિત્રકૂટના તુલસી પીઠાધીશ્વર સ્વામી રામભદ્રાચાર્ય મહારાજની કથામાં પણ ભાગ લીધો. રામદેવે કથા સંભળાવી. મીડિયા સાથે વાતચીત બાદ બાબા રામદેવે કહ્યું કે સ્વામી રામભદ્રાચાર્ય મહારાજની મનોકામના જલ્દી જ બાલાજી મહારાજ પૂર્ણ કરશો. તે સમયે બાબા રામદેવે કહ્યું કે ધર્માંતરણ એક વૈશ્વિક બામીરી બની ચુકી છે.
બાબા રામદેવે કહ્યું કે અમારા માટે રાષ્ટ્ર ધર્મ સૌથી મોટો
રામદેવે કહ્યું કે ભારતીય શાસ્ત્રોમાં સંપૂર્ણ જ્ઞાન છે. તેમાં 10 લાખથી વધારે શ્લોક છે. પરંતુ અમુક મંદબુદ્ધિ લોકો રામચરિતમાનસ સુધી પર આક્ષેપ લગાવવે છે. અમારા માટે રાષ્ટ્રધર્મ સૌથી મોટો ધર્મ છે.
જો બાલાજીની કૃપા જોવી છે તો બંધ આંખો વાળા મહારાજ રામભદ્રાચાર્યને જોઈ લો. આ સમયે તેમને વિવિધ યોગ ક્રિયાઓનું પણ પ્રદર્શન ક્યું અને સ્વદેશી અપનાવવાનું આહ્વાન કરે છે.
મહાયજ્ઞ અખંડ ભારતની પરિકલ્પનાને સાકાર કરશે
કથાવાચક ચિત્રકૂટ તુલસી પીઠાધીશ્વર સ્વાની રામભદ્રાચાર્યે કહ્યું કે આ મહાયજ્ઞ અખંડ ભારતની પરિકલ્પનાને સાકાર કરશે. તે સમયે તેમણે બાલાજીની કથાઓ પણ કહી અને કહ્યું કે વ્યક્તિને હંમેશા કર્મ કરવું જોઈએ ક્યારેય ફળની ઈચ્છા ન રાખવી જોઈએ.
મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ શામેસ થયા. ઉલ્લેખનીય છે કે પીઓકેને ભારતમાં શામેલ કરવાની કામના લેઈને અહીં 10008 કુંડીય હનુમન મહાયજ્ઞ થઈ રહ્યું છે.