Baba Ramdev Reacted On Deepika Padukone Visit At JNU
નિવેદન /
દીપિકાને બાબા રામદેવે આપી દીધી સલાહ, કહ્યુ 'મારા જેવા સલાહકારની જરૂર છે'
Team VTV10:13 PM, 15 Jan 20
| Updated: 10:25 PM, 15 Jan 20
JNU માં થયેલી હિંસા પછી વિદ્યાર્થીઓ દ્વારા કરાઇ રહેલી પ્રદર્શનને સમર્થન કરવા માટે બોલિવુડની એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પહોંચી હતી. જોકે આ પછી દીપિકા ગઇ તે ઘણા લોકોને પસંદ આવ્યુ નહી અને સોશ્યલ મીડિયા પર ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી.
જોકે એક્ટ્રેસના આ નિર્ણય પર સતત લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે તે પછી નેતાઓ હોય કે પછી કાર્યકર્તાઓ. કેટલાક નેતાઓના નિવેદન પછી હવે યોગ ગુરુ બાબા રામદેવે પણ દીપિકાને સલાહ આપી છે.
દીપિકા પાદુકોણના JNU માં ગયા પછી તેની ફિલ્મ છપાકનો પણ વિરોધ થઇ રહ્યો છે. આ વચ્ચે પત્રકારો સાથે વાતચીત દરમિયાન બાબા રામદેવે કહ્યુ હતુ કે, ''સામાજિક, રાજનીતિક અને સાંસ્કૃતિક મુદ્દાઓની યોગ્ય સમજ મેળવવા માટે દીપિકા પાદુકોણે મારા જેવો કોઇ સલાહકાર રાખવો જોઇએ.''
બાબા રામદેવે વધુમાં કહ્યુ કે, ''અભિયનની દ્રષ્ટિની જોઇએ તો દીપિકા કુશળ છે, પરંતુ સામાજિક, રાજનીતિક અને સાંસ્કૃતિ મુદ્દાઓનુ જ્ઞાન મેળવવા બાદ જ તેણે નિર્ણય લેવા જોઇએ. તેણે આ માટે સ્વામી રામદેવે એટલે કે મારા જેવા કોઇ સલાહકાર રાખી લેવો જોઇએ.''
તો તેમણે CAA ને સમર્થન આપતા કહ્યુ કે, ''જે લોકોને CAA ને કુલ ફોર્મ ખબર નથી, તેઓ આ વિષયમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રી પોતે કહી ચૂક્યો છે આ કાયદો કોઇ વ્યકિતની નાગરિકતા છીનવી લેવા માટેની નથી, પરંતુ નાગરિકતા આપતા માટે બનાવવામાં આવ્યો છે. તેમ છતાં લોકો વિરોધ કરી રહ્યા છે.''
આ પહેલા છપાકની ડિરેક્ટર મેઘના ગુલઝારને દીપિકાના JNU ના જવાના નિર્ણયને અંગત ગણાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, ''લોકો પોતાની જોવાની રીત બદલે અને એસિડ એટેક સર્વાઇર લક્ષ્મી અગ્રવાલની લાઇફ પર ફિલ્મ બનાવવું કારણ જુએ. મેઘનાએ કહ્યુ હતુ કે, આપણે પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને અલગ રીતે જોવી જોઇએ. કોઇ પોતાની અંગત લાઇફમાં શું કરે છે તેને પ્રોફેશનલ લાઇફ સાથે લેવાદેવા નથી.''