Team VTV12:36 PM, 25 May 23
| Updated: 12:41 PM, 25 May 23
Dhirendra Shastri News: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજથી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. રાજ્યના 5 મહાનગરોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર ભરાશે.
ધીરેન્દ્ર શાસ્ત્રી આજથી ગુજરાત પ્રવાસે
અમદાવાદમાં શિવ કથામાં આપશે હાજરી
સાંજે 6 વાગ્યે સુરત જવા થશે રવાના
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજે ચાર્ટર્ડ પ્લેનમાં અમદાવાદ આવ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી સૌપ્રથમ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અરવિંદ ચૌહાણના ઘરે પહોંચશે અને ત્યાં જ ભોજન કરશે. જે બાદ તેઓ આજે બપોરે 1 કલાકે અમદાવાદમાં શિવ કથામાં હાજરી આપશે. અમદાવાદમાં ચાલી રહેલી દેવકીનંદન ઠાકુરજીની શિવકથામાં ધીરેન્દ્ર શાસ્ત્રી પ્રવચન આપશે. જે બાદ તેઓ આજે સાંજે 6 કલાકે સુરત જવા રવાના થશે.
સાંજે 6 વાગ્યે સુરત જવા થશે રવાના
આવતીકાલે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા નીલગીરી ગ્રાઉન્ડમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવેલું છે. 26, 27 તારીખે સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર યોજાશે. સાંજે 5થી રાત્રે 10 વાગ્યા સુધી દરબાર ભરાશે. જે બાદ 28 મેના રોજ ગાંધીનગરમાં બાબાનો દિવ્ય દરબાર ભરાશે. ગાંધીનગરના ઝુંડાલના રાઘવ પાર્ટી પ્લોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાશે.
આવતીકાલે સુરતમાં બાબાનો દિવ્ય દરબાર
બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં દિવ્ય દરબાર ભરાવા છે. 26 અને 27 મેના રોજ સુરત ખાતે પણ બાબા બાગેશ્વરનો કાર્યક્રમ યોજવાનો છે. શહેરના લિંબાયતના નિલગીરી મેદાન ખાતે બાબા બાગેશ્વરનો કાર્યક્રમ યોજવાનો છે. નિલગીરી મેદાનમાં સાંજે 5થી રાતના 10 વાગ્યા સુધી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાશે.
29 મેના રોજ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર
અમદાવાદની વાત કરીએ અમદાવાદમાં 1 દિવસ માટે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે, આગામી 29 મેના રોજ ઘાટલોડીયાના ચાણક્યપુરી ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાશે. જેનું આયોજન રાધિકા સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. આયોજક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બાબા બાગેશ્વરનો અમદાવાદમાં દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે. અંદાજે સવા લાખ લોકો માટે વ્યવસ્થા કરાશે. આ માટે અમે મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પણ આમંત્રણ આપીશું. સાથે જ ધારાસભ્ય, કાઉન્સિલર, ચેરમેન, મેયરને પણ આમંત્રણ આપવામાં આવશે.
રાજકોટના રેસકોર્સ મેદાનમાં ભરાશે બાબાનો દિવ્ય દરબાર
બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ પણ આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર સરકારનો દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યો છે. જેને લઈને લોકલ કમિટી પણ બનાવવામાં આવી છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી 1 જૂન અને 2 જૂનના રોજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર ભરાશે.
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને મળી Y કેટેગરીની સુરક્ષા
પ્રખ્યાત કથાકાર બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમને Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. તેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. થોડા સમય પહેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. Y સુરક્ષામાં એક કે બે કમાન્ડો હોય છે. આ સુરક્ષા વર્તુળમાં પોલીસકર્મીઓ સહિત આઠ જવાન સામેલ છે.
મળી હતી જાનથી મારી નાખવાની ધમકીઓ
થોડા મહિના પહેલા બાગેશ્વર ધામ સરકારના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને તેમના પરિવાર સાથે જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. અમર સિંહ નામના વ્યક્તિએ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાકાના દીકરાને ધમકીભર્યો ફોન કર્યો હતો. ફોન કરનારે કહ્યું હતું કે, "ધીરેન્દ્ર શાસ્ત્રીના પરિવાર સાથે તેરમીની તૈયારી કરી લો." આ કોલ બાદ પોલીસે એફઆઈઆર નોંધી હતી.