બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / B-Grade Films On His Mind': BJP Slams Nitish Kumar For 'Sex-Ed' Comment

રાજનીતિમાં ખળભળાટ / VIDEO : 'ભારતની રાજનીતિમાં નીતિશ કુમાર જેવો અશ્લિલ નેતા નથી જોયો' CMના 'સેક્સી જ્ઞાન' પર ભાજપનો હુમલો

Hiralal

Last Updated: 09:22 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભામાં સીએમ નીતિશ કુમારની અશ્લિલ વાતોથી ભાજપ ભડક્યો છે અને તેણે નીતિશ કુમારને ભારતની રાજનીતિના સૌથી અશ્લિલ નેતા ગણાવ્યાં છે.

  • વિધાનસભામાં સીએમ નીતિશ કુમારની અશ્લિલ વાતોથી ભડક્યો ભાજપ
  • ગણાવ્યાં ભારતની રાજનીતિના સૌથી અશ્લિલ નેતા
  • નીતિશ કુમારે વસતી નિયંત્રણ ચર્ચા વખતે સાવ અશ્લિલ ઉદાહરણ આપ્યું હતું 

બિહાર વિધાનસભામાં મુખ્યમંત્રી નીતિશ કુમારના 'સેક્સી જ્ઞાન' પર ભાજપ ભડકી ઉઠ્યો છે. વસતી નિયંત્રણ ચર્ચા વખતે નીતિશ કુમારે વિધાનસભામાં સાવ અશ્લિલ ઉદાહરણ આપ્યું હતું. હવે આ મામલે ભાજપની ઉગ્ર પ્રતિક્રિયા આવી છે. બિહાર ભાજપે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, ભારતીય રાજકારણમાં નીતિશ બાબુ જેવા અભદ્ર નેતા જોયા નથી. બી ગ્રેડની એડલ્ટ ફિલ્મનો કિડો નીતિશના મગજમાં ઘુસી ગયો છે. તેમની જાહેરની ડબલ મિનિંગ વાતો પર પ્રતિબંધ મૂકવો જોઈએ લાગે છે તેમની પર સંગતની અસર ચઢી છે. 

નીતિશ કુમારનું માનસિક સંતુલન બગડ્યું- ગિરિરાજ સિંહ 
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, નીતિશ કુમારનું માનસિક સંતુલન બગડી ગયું છે. તેમણે વિધાનસભામાં જે પ્રકારનું અભદ્ર નિવેદન આપ્યું છે તેનાથી તેઓ સભ્ય સમાજનું પ્રતિનિધિત્વ કરવા માટે અયોગ્ય બની ગયા છે. તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. સુનીલ દેવઘરે કહ્યું કે જ્યારે મનુજ પર વિનાશ થાય છે, ત્યારે પહેલા વિવેકનું મૃત્યુ થાય છે. કૌરવોનું કોમ્બિનેશન હશે તો સદનમાં સીમાઓ તૂટી જશે.

ભાજપની મહિલા એમએલસી રડી પડ્યાં 
ગૃહમાં નીતિશના વિવાદિત નિવેદન બાદ ભાજપના મહિલા એમએલસી નિવેદિતા સિંહ રડી પડ્યાં હતા. ગૃહની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે આજે ગૃહમાં નીતિશકુમારે જે પ્રકારનું નિવેદન આપ્યું છે તેનાથી મહિલાઓ શરમમાં મૂકાઈ છે.  

ભાજપના નેતાઓ-મંત્રીઓનો નીતિશ પર ઉગ્ર હુમલો 
કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ પણ વિધાનસભામાં મહિલાઓ પર નીતીશ કુમારની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો. ઈતિહાસમાં આજ સુધી કોઈએ આવી અભદ્ર ટિપ્પણી કરી નથી. તેણે મહિલાઓ વિશે જે પ્રકારની અશ્લીલ ભાષાનો ઉપયોગ કર્યો છે તે ખૂબ જ દૂષિત છે. તેમણે તરત જ આ પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. તેમણે દેશની જનતાની માફી માંગવી જોઈએ. બિહાર ભાજપના વડા સમ્રાટ ચૌધરીએ વસ્તી નિયંત્રણ અંગેના તેમના શબ્દો માટે નીતીશ કુમારની ટીકા કરી હતી. બિહારની માતાઓ, પુત્રીઓ અને બહેનો હવે નીતીશ કુમારની સભામાં જવાથી દૂર ભાગશે. જ્યાં સુધી તેઓ એનડીએમાં હતા ત્યાં સુધી ઠીક હતા, પરંતુ જ્યારથી તેમણે આરજેડી અને કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો છે ત્યારથી તેમની સ્થિતિ કથળી છે. ભાજપના ધારાસભ્ય નિક્કી હેમ્બ્રમે કહ્યું કે નીતિશ કુમાર જે પ્રકારની વાત સન્માનજનક રીતે કહી શક્યા હતા તે કહી શક્યા હોત. તેમને મહિલાઓ પ્રત્યે કોઈ માન નથી. ભાજપના ધારાસભ્ય ગાયત્રી દેવીએ કહ્યું કે વૃદ્ધ થયા પછી મગજ થાકી જાય છે. નીતિશ કુમારની ઉંમર 70થી 72 વર્ષ છે. તેણે ખૂબ જ ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો છે. અમારી આખી પાર્ટી તેનો વિરોધ કરશે.

શું બોલ્યાં નીતિશ કુમાર

સીએમ નીતિશ કુમારે જાહેરમાં ન બોલી શકાય તેવી વાતો કરીને સોશિયલ મીડિયાનો પારો હાઈ કરી દીધો હતો. વસતી નિયંત્રણ ચર્ચા પર બોલતાં નીતિશ કુમારે સાવ અશ્લિલ કહી શકાય તેવી વાતો કરી હતી. નીતિશ કુમારે કહ્યું કે બિહારમાં મહિલાઓની સાક્ષરતા વધી છે. જો છોકરી શિક્ષિત રહેશે તો જનસંખ્યા પર અંકુશ આવશે. આ વાત સમજાવવા માટે નીતિશ કુમારે કહ્યું કે, જો છોકરી ભણી લેશે તો પુરુષ રોજ રાતે કરે છે, તેમાં વધારે બાળકો પેદા થઈ જાય છે. જો છોકરી ભણી લેશે તો તેની અંદર.....તેને....કરી દો. તેમાં વસતી ઘટી રહી છે. 

 નીતિશ કુમાર અશ્લિલ નિવેદન પર શું બન્યું 
નીતિશ કુમારે જ્યારે આવી વાતો કરી ત્યારે વિધાનસભામાં મહિલાઓ ધારાસભ્યો અસહજ સ્થિતિમાં જોવા મળી હતી. કેટલીક ગુસ્સે પણ ભરાઈ હતી તો બીજા કેટલાક ધારાસભ્યો હસતા દેખાયા હતા. 

ભાજપ ધારાસભ્યોએ સીએમને ઘેર્યાં 
નીતીશના નિવેદન પર ધારાસભ્યોની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. ભાજપના નેતા તારકિશોર પ્રસાદે કહ્યું કે મુખ્યમંત્રી આ વાત વધુ સારી રીતે કહી શક્યા હોત. ભાજપના ધારાસભ્ય નિક્કી હેમબ્રામે કહ્યું કે મુખ્યમંત્રી આ વાત સન્માનજનક રીતે કહી શક્યા હોત. તેમનો સ્ત્રીઓ પ્રત્યે આદર દેખાતો નથી. 

મુખ્યમંત્રીએ અનામતનો વ્યાપ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો
પોતાના સંબોધનમાં સીએમ નીતિશે પણ મોટી જાહેરાત કરી હતી. આમાં તેમણે બિહારમાં ઓબીસી અનામત વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. મુખ્યમંત્રી નીતિશે રાજ્યમાં અનામતનો વ્યાપ 50થી વધારીને 75 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેમાં ઓબીસી માટે 43 ટકા, એસસી માટે 20 ટકા, એસટી માટે 1 ટકો અને અતિ પછાત માટે 10 એમ ટોટલ 75 ટકા અનામત વધારો સામેલ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Nitish Kumar Nitish Kumar Sex-Ed Comment nitish kumar news Nitish Kumar Sex-Ed Comment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ