બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / IPO કરતા શેરના ભાવમાં 3 ગણો વધારો, મલ્ટીબેગર સ્ટોકમાં સચિન તેંડુલકરનું કરોડોનું રોકાણ
Last Updated: 12:50 PM, 14 July 2024
છેલ્લા થોડા સમયથી શેરમાર્કેટમાં સારી તેજી જોવા મળી રહી છે અને લોકો રોકાણ કરીને અમુક શેરોમાંથી પૈસા કમાઈ રહ્યા છે. ખાસ કરીને ટીમ ઈન્ડિયામાં 'માસ્ટર બ્લાસ્ટર' કહેવાતા સચિન તેંડુલકર હાલ ફરી લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યા છે અને તેની પાછળનું કારણ છે શેરમાર્કેટ.
ADVERTISEMENT
સચિન તેંડુલકરે ઘણી જગ્યાએ રોકાણ કર્યું છે અને તેમાંની એક કંપનીમાંથી ઘણો નફો મેળવ્યો છે. આ શેર ટૂંકા સમયમાં તેમના રોકાણકારો માટે મલ્ટીબેગર સ્ટોક સાબિત થયા છે કારણ કે આ કંપનીના શેરોએ છેલ્લા છ મહિનામાં રોકાણકારોને 150 ટકાથી વધુ વળતર આપ્યું છે.
ADVERTISEMENT
આ શેર છે સ્મોલ કેપ કંપની આઝાદ એન્જિનિયરિંગના શેર છે અને હાલ તેમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે તે 5 ટકા વધ્યો હતો અને અંતે રૂ. 1741 પર બંધ થયો હતો. ક્રિકેટર સચિન તેંડુલકરે આઝાદ એન્જિનિયરિંગના શેર પર મોટો દાવ લગાવ્યો હતો અને સચિન તેંડુલકરની પાસે કંપનીના 4 લાખથી વધુ શેર છે.
ક્રિકેટર સચિન તેંડુલકર પાસે આઝાદ એન્જિનિયરિંગના 4,38,210 શેર છે. સચિન તેંડુલકરે IPO પહેલાના તબક્કામાં આઝાદ એન્જિનિયરિંગમાં રોકાણ કર્યું હતું. તેંડુલકરે 6 માર્ચ 2023ના રોજ હૈદરાબાદ સ્થિત કંપની આઝાદ એન્જિનિયરિંગમાં 5 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આઝાદ એન્જિનિયરિંગ એરોસ્પેસ કોમ્પોનેટસ, ડિફેન્સ સાધનો અને ટર્બાઇનનું ઉત્પાદન કરે છે. સચિન તેંડુલકર ઉપરાંત ઘણા લોકોએ આ કંપનીમાં રોકાણ કર્યું છે.
એક રીતે ગણતરી કરીએ તો જ્યારે સચિન તેંડુલકરે તેમાં રોકાણ કર્યું ત્યારે શેરની કિંમત લગભગ 136.92 રૂપિયા હતી અને તેમાં અત્યાર સુધીમાં 14 ગણો વધારો થયો છે. એટલે કે 5 કરોડ રૂપિયાના રોકાણનું મૂલ્ય વધીને 70 કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.