ayushmann says it will be injustice to call hindi national language
વિવાદનો ભડકો /
હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવી અન્યાય થશે, એના કરતાં અંગ્રેજી શીખી લો: આયુષ્માનના આ નિવેદન પછી વિવાદ નક્કી!
Team VTV10:10 AM, 28 May 22
| Updated: 10:11 AM, 28 May 22
આયુષ્માન ખુરાનાએ ભાષા વિવાદ પર વાત કરતા કહ્યું કે હિન્દીને રાષ્ટ્ર ભાષા કહેવી એ અન્યાય થશે, જો કોઈ ભાષા શીખવી જ હોય તો અંગ્રેજી શીખવી જોઈએ.
આયુષ્માન ખુરાનાની ફિલ્મ અનેક થઇ સિનેમાઘરોમાં રિલીઝ
હિન્દીને રાષ્ટ્ર ભાષા કહેવી અન્યાય છે - આયુષ્માન ખુરાના
કોઈ ભાષા શીખવી જ છે, તો અંગ્રેજી શીખવી જોઈએ - આયુષ્માન ખુરાના
આયુષ્માન ખુરાનાની ફિલ્મ અનેક થઇ સિનેમાઘરોમાં રિલીઝ
બોલિવુડ એક્ટર આયુષ્માન ખુરાના આજકાલ પોતાની ફિલ્મ અનેકને કારણે ચર્ચામાં છે. તેમની આ ફિલ્મ 27 મેનાં રોજ રિલીઝ થઇ ચુકી છે. અનુભવ સિન્હા સાથે આ આયુષ્માન ખુરાનાની બીજી ફિલ્મ છે. આ પહેલા આર્ટિકલ 15 માં તેઓ સાથે કામ કરી ચુક્યા છે. આયુષ્માન ખુરાનાએ બોલિવુડ અને સાઉથ વચ્ચે ચાલી રહેલા ભાષા વિવાદ, હિંદી ફિલ્મોને મળી રહેલ અસફળતા, નોર્થ ઇસ્ટ એક્ટ્રેસ સાથે કામ કરવાનાં પોતાના અનુભવો શેર કર્યા છે.
હિન્દીને રાષ્ટ્ર ભાષા કહેવી અન્યાય છે - આયુષ્માન ખુરાના
ભાષા વિવાદને લઈને આયુષ્માન કહે છે કે મારું માનવું છે કે કોઈપણ એક ભાષાને આપણે ઉપર ન રાખી શકીએ, કેમકે દરેક હિન્દુસ્તાની મહત્વ ધરાવે છે. દરેકની ભાષા જરૂરી છે, કેમકે તે ભાષા તેમની નજીક છે. એક ભાષાથી આપણો દેશ ન ચાલી શકે, કેમકે આપણે પોતે વાત કરતા કરતા ત્રણ ચાર ભાષાઓને મિક્સ કરી દઈએ છીએ. જ્યારે આપણે હિંદીમાં ફિલ્મ કરીએ છીએ, ત્યારે પણ આપણે હિંદી, ઉર્દૂ, વજ્ર ભાષા, ખડી બોલી સાથે ઉપયોગમાં લઈએ છીએ. મુંબઈમાં તો આપણે સાથે મરાઠી અને ગુજરાતી પણ સામેલ કરીએ કરીએ છીએ. જ્યારે આપણે ખુદ એક સમયે ત્રણ ચાર ભાષાઓ બોલીએ છીએ, તો એક ભાષાને ક્યા પ્રકારે મહત્વ આપી શકીએ. આ માત્ર લિખિત ફોર્મમાં છે, જે ભાષાઓ લખવામાં આવે છે, બોલતા સમયે તો કોઈ એક ભાષા પ્યોર ફોર્મમાં બોલી જ ન શકાય.
કોઈ ભાષા શીખવી જ છે, તો અંગ્રેજી શીખવી જોઈએ - આયુષ્માન ખુરાના
આયુષ્માનની ફિલ્મમાં એક ડાયલોગ છે કે શું હવે હિંદી નક્કી કરશે કે તમે નોર્થ ઇન્ડિયન છો કે સાઉથ ઇન્ડિયન. આ ડાયલોગ પર સવાલનો જવાબ આપતા આયુષ્માન કહે છે કે આ વાત એ માણસ કરી રહ્યો છે, જે કોન્વેન્ટમાં ભણેલો છે, પરંતુ તેણે હિંદીમાં ટોપ કર્યું હતું અને જેને હિંદીથી ખૂબ જ પ્રેમ છે. મને લાગે છે કે હિંદીને રાષ્ટ્રભાષાનું સ્થાન ન આપવું જોઈએ. આ અન્યાય થશે, એ લોકો માટે, જે હિંદી નથી બોલી શકતા. જેમણે બાળપણથી આજ સુધી જે ભાષા બોલી નથી, તેમની પાસેથી તમે આશા રાખો છો કે તો નવી ભાષા શીખી લે. જે લોકો હિંદી બોલી શકે છે, તેમને તો ફાયદો થશે. તેઓ આપમેળે જ ઉપર થઇ જશે. મને લાગે છે કે જો કોઈ ભાષા શીખવી જ છે, તો અંગ્રેજી શીખી લો. આનાથી આપણે વિદેશ જઈશું ત્યારે આપણને ફાયદો થશે અને આપણે સારું કરી શકીશું. ચાઈનામાં પણ આપણી આ જ ખાસિયત કામમાં આવે છે કે આપણે જો અંગ્રેજી સારું બોલીએ છીએ, તો ટેકનીકલી ત્યાં સારું કામ કરી શકીએ છીએ. જો આપણે કોઈ નવી ભાષા શીખવી હોય, તો અંગ્રેજી શીખવી જોઈએ, જેનાથી આપણને વૈશ્વિક સ્તર પર ફાયદો થશે.