રાજકોટ /
આયુષ્માન કાર્ડ કૌભાંડ પકડાયું, જાણો કેવી રીતે આચરવામાં આવ્યું આ કૌભાંડ
Team VTV01:10 PM, 24 Nov 19
| Updated: 03:01 PM, 24 Nov 19
રાજકોટમાં આયુષ્માન કાર્ડનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. જેને પગલે તંત્રની પોલ ખુલી છે. એક દરોડા દરમિયાન આ કૌભાંડ બહાર આવ્યું હતું. જેને પગલે સંડોવાયેલાં લોકો ટેન્સનમાં આવી ગયાં છે. જાણો કેવી રીતે ચાલતું હતું કૌભાંડ...
રાજકોટમાં આયુષમાન કાર્ડનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. આરોગ્ય ચેરમેન જયમીન ઠાકર અને કલેક્ટરે સદર બજાર વિસ્તારમાં દરોડા પાડી અને મોટું કૌભાંડ ઝડપ્યું. બોગસ કાર્ડ બનાવી લોકોને છેતરવામાં આવતા હતા. એક કાર્ડ દીઠ 700 રૂપિયા લેતા હતાં. અત્યાર સુધી હજારો કાર્ડ નકલી આયુષમાન કાર્ડ કાઢવામાં આવ્યા છે.
આ કૌભાંડની કોઇને જાણ જ ન હતી?
બોગસ આયુષ્માન કાર્ડની ફરિયાદ મળી હોવાને લીધે કલેક્ટરે તથા આરોગ્ય ચેરમેને દરોડા પાડી આ કૌભાંડનો પર્દાફાર્શ કર્યો હતો. ત્યારે અનેક સવાલો થાય છે કે કેટલાં સમયથી ચાલતું હતું આ આયુષમાન કાર્ડનું કૌભાંડ?, કેટલાં ગરીબોનાં પૈસા લૂંટ્યા છે?, હજુ સુધી કેટલાં બોગસ આયુષમાન કાર્ડ નીકળ્યા છે?, કાર્ડ કાઢવાની સામગ્ર આ લોકો પાસે ક્યાંથી આવી? તથા સદર બજારમાં ધમધમતા આ કૌભાંડની કોઇને જાણ જ ન હતી? આ તમામ સવાલો તંત્રના ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. ત્યારે સવાલ એ છે કે આમાં સંડોવાયેલા અધિકારીઓ સામે પગલા ભરાશે કે પછી તેઓ અજાણ હતાં તેમ કહી છાવરવામાં આવશે.
કોંગ્રેસે આપી પ્રતિક્રિયા કહ્યું આતો બહું નાનું કૌભાંડ છે
આયુષમાન કાર્ડ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનાં ધારાસભ્ય લલિત કગથરાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા. લલિત કગથરાએ કહ્યું કે આ એક આઇસબગ છે નાનુ કૌભાંડ છે. સરકારની કૌભાંડીઓ પર પકડ નથી. અગાઉ મગફળીમાં પણ કૌભાંડ થયા પણ કોઇ ઝડપાયું નથી. રેવન્યૂ વિભાગમાં ખોટા દસ્તાવેજો થાય છે. આટલા કૌભાંડ થાય છે ત્યારે સરકારે પોતાનો ડર ઉભો કરવો જોઇએ.