દેશ-દુનિયામાં કોરોનાની ત્રીજી લહેર પીક પર ચાલી રહી છે. તબીબોનું કહેવુ છે કે આ કોઈ અંતિમ લહેર નથી. આવી લહેર હજુ આવતી રહેશે. આવી સ્થિતિમાં તમને મજબૂત ઈમ્યુનિટી આ મહામારીમાંથી બચાવી શકે છે.
કોરોના મહામારીમાં ઈમ્યુનિટીને મજબૂત કરવા બસ આટલું કરો
જીવનશૈલીમાં ફેરફાર કરી તમે રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત કરી શકો છો
ઈમ્યુનિટીને મજબૂત કરવા માટે ગરમ પાણીની સાથે ખાઓ ચવનપ્રાશ
આ 5 ટીપ્સ અપનાવો અને ઈમ્યુનિટીને કરો મજબૂત
તબીબો મુજબ, શરીરની ઈમ્યુનિટીને ફક્ત એક દિવસમાં જ મજબૂત કરી શકાતી નથી. તેના માટે જીવનશૈલીમાં ફેરફાર, ખાવા-પીવામાં ફેરફાર, યોગ અને દોડાદોડ કરવી પડે છે. આજે અમે તમને 5 એવી પદ્ધતિ જણાવવા જઇ રહ્યાં છે, જેને અપનાવીને તમે પોતાના શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત કરી શકો છો.
ગરમ પાણીની સાથે ખાઓ ચવનપ્રાશ
ચવનપ્રાશનું સેવન હંમેશા રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે. જેને બનાવવા માટે ઘણા પ્રકારની જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે. તમે રાત્રે ઉંઘતા પહેલા હળદરવાળા દૂધની સાથે ચવનપ્રાશનું સેવન કરી શકો છો. આ ઉપરાંત તમે ગરમ પાણીમાં ચવનપ્રાશ મિલાવીને પણ પી શકો છો. જો તમે દિવસમાં બે થી ત્રણ વખત આ રીતે ચવનપ્રાશનું સેવન કરો છો તો તમને ઘણો લાભ મળે છે.
હર્બલ ટી ગુણકારી
આજકાલ ચા પીવી જીવનશૈલીનો જરૂરી ભાગ બની ગયો છે. પરંતુ ચાપત્તીમાં કેફીન હોય છે. જે શરીરને નુકસાન પહોંચાડે છે. એવામાં જો તમને ચા પીવાનો શોખ પણ છે તો તમે રેગ્યુલર ચાને બદલે હર્બલ ચાનો ઉપયોગ કરો. હર્બલ ટીને બનાવવા માટે ઘણા પ્રકારની જડીબુટ્ટીઓ અને મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ અને એન્ટીઓક્સિડેન્ટ ગુણ મળ્યાં છે. જેનાથી સોઝો, કોલ્ડ અને ફ્લૂથી રાહત મળે છે.
સાંજે પીવો હળદરવાળું દૂધ
હળદરને ગુણકારી માનવામાં આવી છે. કોઈ પણ પ્રકારની ઈજા થઈ હોય તો તેના પર હંમેશા પરિવારજનો હળદરવાળા દૂધ પીવાની સલાહ આપે છે. જેનું કારણ એ છે કે હળદરના તત્વો ઈજાને મટાડી દે છે. આ તત્વો શરીરમાં પ્રવેશ કરી ચૂકેલા વાયરસને પણ મારવાનુ કામ કરે છે. જેનાથી શરીરને સોઝો અને દુ:ખાવો પણ દૂર થાય છે. જો તમે દરરોજ રાત્રે એક ચમચી હળદર મિલાવીને એક ગ્લાસ દૂધ પીવો છો તો તમારો ઈમ્યુનિટી પાવર મજબૂત થાય છે.
ફેફસા મજબૂત કરવા માટે કરો આ યોગાસન
કોઈ પણ બિમારી સૌથી પહેલા આપણા ફેફસા પર એટેક કરે છે. જેના પર એટેક થતાં જ આપણા શ્વસન તંત્ર કામ કરવાનું બંધ કરી નાખે છે. તેથી આપણે પોતાના આ તંત્રને બચાવવુ ખૂબ જરૂરી છે. ફેફસાને મજબૂત કરવા માટે આપણે નિયમિત રીતે પ્રાણાયામ, કપાલભાતિ અથવા ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાની આદત નાખવી જોઈએ અને આપણુ શ્વસન તંત્ર સારી રીતે કામ કરી શકે છે. જેનાથી બિમારી આપણી પર હાવી થતી નથી.
નાકમાં નાખો તેલ અથવા ઘીના બે ટીપા
ઈમ્યુનિટી પાવર વધારવાની એક નવી રીત નસ્ય થેરાપી પણ હોય છે. જેના દ્વારા નાકમાં નારિયેળ તેલ, તલનુ તેલ અથવા ઘીના થોડા ટીપા પણ નાખવામાં આવે છે. આવુ કરવાથી નાક દ્વારા શરીરમાં પ્રવેશ કરનારા કોરોના જેવા વાયરસને અટકાવી શકાય છે. નાકમાં ઘી અથવા તેલના બે ટીપા નાખ્યા બાદ થોડી મિનિટ ઉંઘી જવુ પડે છે. તમે ન્હાતા પહેલા અથવા ઘરની બહાર નિકળતા પહેલા આ થેરાપી કરી શકો છો. આ ઉપાયથી તમારા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધી જાય છે.