બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / અયોધ્યા રામ મંદિરના પૂજા-દર્શન સમયમાં ફેરફાર, જતા પહેલા સમય ખાસ નોટ કરી લેજો

જાણી લેજો / અયોધ્યા રામ મંદિરના પૂજા-દર્શન સમયમાં ફેરફાર, જતા પહેલા સમય ખાસ નોટ કરી લેજો

Last Updated: 08:09 AM, 5 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામ નગરી અયોધ્યામાં પ્રતિદિન દર્શનાથે આવતા ભક્તોની સંખ્યા લગભગ 2-3 લાખ છે. મકરસંક્રાંતિથી અત્યાર સુધીઆ લગભગ 60 લાખ શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કરવા પહોંચ્યા છે ત્યારે મંદિરમાં થતી ભીડને જોઈને મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

અયોધ્યા: રામ નગરી અયોધ્યા જનાર ભક્તો માટે એક મોટા સમાચાર રામ મંદિર ટ્રસ્ટમાંથી સે આવ્યા છે. અયોધ્યા દરશ માટે જનાર ભક્તો માટે આ ખબર ખૂબ જરૂરી છે. જો તમે પણ પ્રભુ રામની નગરી અયોધ્યા જવાનું વિચારી રહ્યા છો તો એકવાર આ સમાચાર ખાસ વાંચી લે જો.

હાલ પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે અને તેના લીધે અયોધ્યામાં પણ ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે, જેના લઈને રામ મંદિર ટ્રસ્ટે ભક્તિને અગવડ ના પડે એ હેતુથી ભગવાન રામના દર્શનનો સમય વધારવામાં આવ્યો હતો, ભક્તોની ભીડને જોઈને સમય વધારીને સવારના 5 થી રાતના 11 સુધીનો કરવામાં આવ્યો હતો પરંતુ હવે તેમ ફેરફાર કરવામાં આવ્યા છે. આવતીકાલ એટલે કે 6 ફેબ્રુઆરીથી દર્શનનો સમય બદલાઈને સવારના 6 થી રાતના 10નો થઈ ગયો છે. જ્યારે મંગળ આરતીનો સમય સવારના 4 વાગ્યાનો રહેશે.

રામલલાના દર્શનના સમયમાં ફેરફાર

સવારે 4 વાગે પ્રભુની મંગળા આરતી થશે ત્યારબાદ કપાટ બંધ કરી દેવામાં આવશે ત્યારબાદ સવારે 6 વાગે શૃંગાર આરતી થશે અને તેના બાદ ભક્તો ભગવાનના દર્શન કરી શકશે. જે બાદ રામ ભક્ત પ્રભુ રામના દર્શન ભક્તો 10 વાગ્યા સુધી કરી શકશે. આ વાતની પુષ્ટિ રામ મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે. પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળાને લઈને અત્યાર સુધીમાં મંદિરમાં દર્શન માટે આવનાર લોકોની સંખ્યા 50-60 લાખ થઈ ગઈ છે.

વધુ વાંચો: પોરબંદરમાં બીલનાથ મહાદેવનું પૌરાણિક મંદિર, ભગવાન શ્રીકૃષ્ણની પૂજાથી પ્રસન્ન થઈને પ્રકટ્યા ભોળાનાથ

50 લાખ લોકોએ કર્યા રામલલાના દર્શન

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીએ જણાવ્યું કે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 6 ફેબ્રુઆરીથી ભક્તો સવારના 6 થી રાતના 10 સુધી દર્શન કરી શકશે, આ ઉપરાંત તેમણે જણાવ્યું કે મકરસંક્રાંતિથી એટલે કે મહાકુંભની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી અયોધ્યાના દર્શને 50 લાખથી વધુ ભક્તો આવી ચૂક્યા છે જેમના માટે ટ્રસ્ટ દ્વારા પૂરતી સગવડ પણ કરવામાં આવી હતો. ભક્તો માટે લૉકરથી લઈને વ્હીલચેર સુધીની સુવિધાઓ નિશુલ્ક આપવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ramlala Mandir Ayodhya Mahakumbh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ