બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ayodhya ram mandir vrindavan wale premanand govind sharan maharaj video lord ram statue

જય શ્રીરામ / VIDEO: અયોધ્યાના રામ મંદિરમાં આવી હશે શ્રીરામલલાની મૂર્તિ, પ્રેમાનંદ મહારાજે કર્યા દર્શન, જુઓ વીડિયો

Last Updated: 09:20 AM, 20 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lord Ram Idol In Ram Mandir: પ્રેમાનંદ મહારાજની પાસે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં જે પ્રભુ રામની પ્રતિમા બિરાજમાન થશે તેનું નાનું સ્વરૂપ લાવવામાં આવ્યું. પ્રેમાનંદ મહારાજે તેના દર્શન કર્યા.

  • અયોધ્યામાં બિરાજમાન થશે શ્રીરામની આવી પ્રતિમા 
  • પ્રેમાનંદજી મહારાજે કર્યા શ્રીરામના દર્શન 
  • જુઓ વીડિયો 

રાધારાણીના ભક્ત વૃંદાવન વાળા પ્રેમાનંદજી મહારાજને આજના સમયમાં કોણ નથી જાણતું. તેમનું સત્સંદ સાંભળવા લોકો દૂર દૂરથી આવે છે. ઘરનો ત્યાગ કરનાર પ્રેમાનંદ મહારાજ વૃંદાવનમાં જ નિવાસ કરે છે. તે એજ સંત છે જેમની પાસે વિરાટ કોહલી અને અનુષ્કા શક્મા જેવા ઘણા VIP આશીર્વાદ લેવા પહોંચે છે. 

રાધારાણીના ભક્ત વૃંદાવન વાળા પ્રેમાનંદ મહારાજની પાસે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં જે પ્રભુ રામની પ્રતિમા બિરાજમાન થશે તેનું નાનું સ્વરૂપ લાવવામાં આવ્યું. પ્રતિમાની ઉપરનું કપડુ હટાવતા પ્રેમાનંદ મહારાજના સેવાદરે કહ્યું, "મહારાજજી અયોધ્યામાં જે રામ મંદિર બની રહ્યું છે. તેમાં આ મૂર્તિ ફાઈનલ થઈ છે. એવી જ 4 ફૂટની પ્રતિમા બિરાજમાન થશે."

મૂર્તિ જોયા બાદ પ્રેમાનંદ મહારાજ પુછે છે કે ધનુષ પણ હશે? તેના પર એક સેવાદારે કહ્યું, હા આવશે પરંતુ તે રમકડાના રૂપમાં આવશે સોના-ચાંદીના. મૂર્તિમાં તૂણીર એટલે કે બાણ રાખવાની લાંબી ટોકરીને જોઈને પ્રેમાનંદ મહારાજ કહે છે. "તૂણીર છે ને. જેમ કે બાળ રૂપમાં પણ જો તૂણીર છે તો સારંગ ધનુષ પણ હોવું જોઈએ."

"આપણા હૃદયમાં જે આપણને પ્રેરિત કરી રહ્યું છે તે બાળ સ્વરૂપ જ છે. જો તૂણીર નથી તો ચાવશે પરંતુ તૂણીર છે તો સારંગ ધનુષ પાસે રાખો અથવા તો ખભા પર આપવામાં આવે. પરંતુ હોવું જરૂરી છે."

બાળપણમાં પણ ચારે ભાઈ જો રમતા પણ હોય તો ધનુષ સાથે હોય છે. આ તેમનું સ્વરૂપ છે કે તૂણીર અને સારંગ ધનુષ હોય. ભગવાન વનવાસ પર હોય કે ક્યાંક બીજે. જો તૂણીર ન હોય તો માની લો કે પ્રભુનુ બાળ રૂપ છે. પરંતુ જો તૂણીર છે તો સારંગ ધનુષ પણ જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya ram mandir Lord Ram govind sharan maharaj ji અયોધ્યા રામ મંદિર શ્રીરામ Ayodhya ram mandir
Arohi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ