Ram Mandir / 5100 ધ્વજ, 3 લાખ દીવા, 150 ક્વિન્ટલ ફૂલ અને દેશભરમાંથી શ્રીરામ લખેલી ઈંટો, આવી છે રામ મંદિરની તૈયારીઓ

 Ayodhya Ram mandir Special Preparation know Special details

અયોધ્યામાં 5 ઓગસ્ટે રામમંદિરના ભૂમિપૂજનનું આયોજન પીએમ મોદીના હાથે થવા જઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે 29 વર્ષ બાદ પીએમ મોદી તેમનું અયોધ્યા આવવાનું પ્રણ પૂર્ણ કરશે. આ ખાસ અવસરને ધ્યાનમાં રાખીને અયોધ્યાને ખાસ રીતે શણગારવામાં આવી રહી છે. જ્યાં નજર કરો ત્યાં અયોધ્યામાં પીળો રંગ જોવા મળી રહ્યો છે. પીળા રંગે શહેરમાં વર્ચસ્વ જમાવી લીધું છે. પ્રશાસનનું કહેવું છે કે પીળા રંગ પાછળનું ખાસ કારણ એ છે કે મંદિરની આસપાસનું ક્ષેત્ર યલો ઝોનમાં આવે છે. આ કારણે અયોધ્યાની મુખ્ય સડકની બંને તરફ પીળો રંગ જોવા મળી રહ્યો છે. સડકની કિનારોની દિવાલો પર પણ પીળો રંગ જોવા મળશે. ભૂમિપૂજન સમયે ખાસ ફૂલો, દીવા અને ધ્વજ સાથે અલગ જ હશે રામ મંદિરનો માહોલ.

બ્રેકિંગ ન્યૂઝ