ભૂમિપૂજન / અવધમાં આનંદ અપાર, જુઓ અયોધ્યાના ભવ્યાતિભવ્ય દ્રશ્યો

રામ મંદિર ભૂમિ પૂજનને માટે અયોધ્યા તૈયાર છે. પીએમ મોદી અયોધ્યા આવવા નીકળી ચૂક્યા છે. ભૂમિપૂજનનું શુભ મૂહૂર્ત 12.44 મિનિટનું છે. ઉલ્લેખનીય છે કે આ મૂહૂર્ત ફકત 32 સેકંડનું છે. અહીં ખાસ સુરક્ષા સાથે પીએમ મોદી પહોંચશે. રામ જન્મભૂમિ પરિસર અને આસપાસના વિસ્તારોને રેડ ઝોન જાહેર કરાયા છે. રામ જન્મભૂમિ પરિસરમાં સુરક્ષાને લઈને તમામ બંદોબસ્ત એસપીજીએ સંભાળી છે. સુરક્ષાના આધારે સિક્યુરિટી કોડથી એન્ટ્રીની વ્યવસ્થા કરાઈ છે. આજે હનુમાનગઢીમાં પીએમ મોદી હાજર રહેશે ત્યારે અયોધ્યા તરફથી ચાંદીનો મુગટ અને ગમછો ભેટમાં આપવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x