બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી હવે આપણી વચ્ચે નથી રહ્યાં, લખનઉ PGIમાં લીધા અંતિમ શ્વાસ

દુ:ખદ / અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી હવે આપણી વચ્ચે નથી રહ્યાં, લખનઉ PGIમાં લીધા અંતિમ શ્વાસ

Last Updated: 10:29 AM, 12 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Satyendra Dasji passes away : :અયોધ્યા રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજીની થોડા દિવસ પહેલા તબિયત બગડ્યા બાદ તેઓને લખનૌના SGPGIમાં દાખલ કરાયા હતા, આજે સવારે 8 વાગે લીધા અંતિમ શ્વાસ

Satyendra Dasji passes away : અયોધ્યા રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજીનું આજે લખનૌની SGPGI હોસ્પિટલમાં નિધન થયું. વિગતો મુજબ આજે સવારે 8 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. વાસ્તવમાં આચાર્ય સત્યેન્દ્ર દાસજી ઘણા સમયથી બીમાર હતા. થોડા દિવસ પહેલા તેમની તબિયત અચાનક બગડી ગઈ ત્યારબાદ તેમને લખનૌના SGPGI માં દાખલ કરવામાં આવ્યા. ડોક્ટરોના મતે તેમને સ્ટ્રોકનો હુમલો આવ્યો હતો, ત્યારબાદ તેમની હાલત ગંભીર રહી હતી.

4 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આચાર્ય સત્યેન્દ્ર દાસના ખબરઅંતર પૂછવા માટે SGPGI પહોંચ્યા હતા. શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસને લકવો (સ્ટ્રોક) થવાને કારણે 2 ફેબ્રુઆરીએ સૌપ્રથમ અયોધ્યાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને ડોક્ટરોએ SGPGI રેફર કર્યા હતા. SGPGI હોસ્પિટલ વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર આચાર્ય સત્યેન્દ્ર દાસ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવા ગંભીર રોગોથી પણ પીડિત હતા.

નોંધનીય છે કે, આચાર્ય સત્યેન્દ્ર દાસ રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી હતા. તેઓ બાળપણથી જ અયોધ્યામાં રહેતા હતા. દાસ લગભગ 33 વર્ષથી રામલલા મંદિર સાથે જોડાયેલા હતા. 1992માં બાબરી ધ્વંસ પહેલા પણ તેઓ આ મંદિરમાં પૂજા કરતા હતા. તેઓ રામ મંદિરના મુખ્ય પૂજારી હતા.

વધુ વાંચો : આજે મહા પૂર્ણિમાના અવસર પર મહાકુંભમાં ઉમટ્યાં કરોડો શ્રદ્ધાળુઓ, સવાર-સવારમાં જ લાખો ભક્તોએ લગાવી આસ્થાની ડૂબકી

કેવી હતી આચાર્ય સત્યેન્દ્ર દાસની યાત્રા ?

રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસ 1992 માં બાબરી ધ્વંસના લગભગ 9 મહિના પહેલાથી રામ લલ્લાની પૂજા પૂજા કરતા હતા. આચાર્ય સત્યેન્દ્ર દાસે પણ 1975માં સંસ્કૃત વિદ્યાલયમાંથી આચાર્યની ડિગ્રી મેળવી હતી. આ પછી 1976માં તેમને અયોધ્યાની સંસ્કૃત કોલેજના વ્યાકરણ વિભાગમાં સહાયક શિક્ષકની નોકરી મળી. વિવાદિત માળખાના ધ્વંસ પછી 5 માર્ચ 1992 ના રોજ તત્કાલીન રીસીવરએ મને પુજારી તરીકે નિયુક્ત કર્યા. શરૂઆતમાં તેમને માસિક મહેનતાણું તરીકે ફક્ત 100 રૂપિયા મળતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તેમાં વધારો થવા લાગ્યો. 2023 સુધી તેમને માત્ર 12 હજાર માસિક માનદ વેતન મળતું હતું પરંતુ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પછી તેમનો પગાર વધીને 38500 રૂપિયા થઈ ગયો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya Satyendra Dasji passes away Ramjanbhoomi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ