બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / પથારીમાં પડ્યા-પડ્યા મોડી રાત સુધી Reels જોનારા સાવધાન, નહીંતર થશો આ ગંભીર બીમારીના શિકાર

એલર્ટ! / પથારીમાં પડ્યા-પડ્યા મોડી રાત સુધી Reels જોનારા સાવધાન, નહીંતર થશો આ ગંભીર બીમારીના શિકાર

Last Updated: 07:18 PM, 14 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગના લોકો પોતાનો વધુ પડતો સમય રીલ્સ સ્ક્રોલ કરવામાં વિતાવે છે. પરંતુ શું તમને ખબર છે કે, આ સ્ક્રોલ કરવાનો સમય તમારા સ્વાસ્થ્યને કેટલો હાનિકારક કરી શકે? તો ચાલો જાણીએ કે, વધુ પડતો ટાઈમ શોર્ટ વીડિયો અને રીલ્સ પર કેમ ન આપવો જોઈએ.

આ દિવસોમાં, લોકો તેમનો સમય પસાર કરવા અને મનોરંજન માટે YouTube, Instagram જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આખો દિવસ રીલ સ્ક્રોલ કરતા રહે છે. જો કે, રીલ્સ જોવાની આ આદત તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે તમે માનસિક રીતે બીમાર પડશો અને એમાંય તમારું બીપી પણ વધી જશે. એક રિસર્ચમાં જ જાણવા મળ્યું છે કે, જો તમે રાત્રે રીલ્સ અથવા વિડિયો જુઓ છો તો તે તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. આનાથી તમને હાઈ બ્લડ પ્રેશર જેવી ગંભીર બિમારી થઇ શકે છે.

સૂતા પહેલા લાંબા સમય સુધી વિડિયો કન્ટેન્ટ જોવાથી હાઈ બીપીનું જોખમ વધી જાય છે. એટલું જ નહીં, મોડી રાત્રે સ્ક્રીનનો ઉપયોગ કરવાથી હૃદય સંબંધિત રોગ પણ થઇ શકે છે. હાલની વાત કરીએ તો, યુવા પેઢીમાં હાઈ બ્લડ પ્રેશરનું પ્રમાણ વધી શકે છે.

વધુ વાંચો: પેટમાં બની રહ્યો ભયંકર ગેસ તો તાત્કાલિક દબાવો 3 પોઈન્ટ, મિનિટોમાં મળશે આરામ

રીલ્સ હાઈ બીપીનું કારણ કેવી રીતે બને છે?

વાસ્તવમાં, સ્ક્રીન સમય જેમાં ટેલિવિઝન જોવાનું, વિડિયો ગેમ્સ રમવું અથવા કમ્પ્યુટર પર કામ કરવું એ કોઈ ફિઝિકલ એક્ટિવિટી નથી. આમ જોવા જઈએ તો, શરીરને ફિઝિકલ એક્ટિવિટીની જરૂર હોય છે. અતિશય સ્ક્રીન પર સમય પસાર કરવો એટલે બિમારીઓને દાવત આપવું. વધુ પડતો સ્ક્રીન ટાઈમ તમને હાઇપર ટેન્શન જેવી સમસ્યા તરફ ખેંચે છે.

કેવી રીતે બચવું?

યુવાનોએ ઊંઘતા પહેલા સ્ક્રીનનો ઉપયોગ ઓછો કરવો અને ફિઝિકલ એક્ટિવિટી પણ કરતા રહેવું. આનાથી હાઈ બીપીનું જોખમ ઘટશે અને સારી ઊંઘ પણ મળી આવશે. બીજું કે, તમારું સ્વાસ્થ્ય એકંદર રીતે તંદુરસ્ત પણ રહેશે. આ સાથે સ્વસ્થ આહાર અને સ્ટ્રેસ મેનેજમેન્ટ જેવી આદતોને ફોલો કરવાથી સારી જીવનશૈલીનો આનંદ લઇ શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hypertention Health Lifestyle Social Media Addiction
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ