બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ચેતજો! પ્લાસ્ટિકના ડબ્બામાં જમ્યા તો હાર્ટ થશે ફેલ, નવી સ્ટડીમાં હૈયું બેસી જતો ખુલાસો
Last Updated: 09:03 AM, 16 February 2025
મોર્ડન લાઇફસ્ટાઇલમાં પ્લાસ્ટિકનો વપરાશ પહેલા કરતાં ખૂબ વધ્યો છે. ખાવા-પીવાની વસ્તુથી લઈને ઘરના સમાન કે પછી અન્ય વસ્તુઓ પણ હવે પ્લાસ્ટિકમાં જ આવવા લાગી છે. પ્લાસ્ટિક આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે પરંતુ શું તમે જાણો છો કે પ્લાસ્ટિકના ડબ્બામાં ખાવાથી તેની ખરાબ અસર આપણા સ્વાસ્થ્ય પર પડી શકે છે.
ADVERTISEMENT
હાર્ટ ફેલ્યોરનું પ્રમાણ વધે છે
તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પ્લાસ્ટિકના કન્ટેનરમાં ખોરાક રાખવાથી કે પ્લાસ્ટિકમાં રહેલો ખોરાક ખાવાથી Heart Failureનું જોખમ વધી શકે છે. આ અભ્યાસ આરોગ્ય નિષ્ણાતો અને સામાન્ય લોકોમાં ચિંતાનો વિષય બની ગયો છે. એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પ્લાસ્ટિકના કન્ટેનરમાં ખોરાક ખાવાથી ગંભીર હૃદય રોગ ખાસ કરીને કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યોરનું જોખમ વધી શકે છે. સંશોધકો માને છે કે પ્લાસ્ટિકના નાના કણો આપણા પેટમાં પ્રવેશ કરે છે અને બળતરા કરે છે અને લોહીને લઈ જતાં તંત્રને નુકસાન પહોંચાડે છે.
ADVERTISEMENT
હાર્ટને લગતી સમસ્યાને નોતરે છે પ્લાસ્ટિક
પ્લાસ્ટિકના કન્ટેનરમાં ખાવાથી હૃદય રોગનું જોખમ વધે છે તે પ્રસ્થાપિત કરવા અભ્યાસ હાથ ધરાયો હતો જેમાં જે લોકો વધુ પ્લાસ્ટિકના વાસણોનો જમવા માટે ઉપયોગ કરતાં હતા તેમનામાં હાર્ટની તકલીફ વધારે નોંધાઈ હતી.
પ્લાસ્ટિક પેટ માટે ઝેર સમાન
પ્લાસ્ટિકના કન્ટેનરમાં ખોરાક રાખવાથી પ્લાસ્ટિકના નાના કણો ખોરાકમાં ભળી જાય છે અને આપણા પેટ સુધી પહોંચે છે. આ કણો પેટના આંતરિક સ્તરને નુકસાન પહોંચાડે છે જેના કારણે પેટની દિવાલમાં છિદ્રો પડે છે. આનાથી હાનિકારક પદાર્થો લોહીમાં પ્રવેશ કરે છે અને બળતરા કરે છે. આ રક્ત પ્રવાહને અસર કરે છે અને હૃદય પર ખરાબ અસર કરે છે. પ્લાસ્ટિકમાં ખાદ્ય પદાર્થો રાખવાથી આપણા સ્વાસ્થ્ય પર થતી અસર વિશે રિસર્ચચરોએ નવી બાબતો જાહેર કરી છે. તેમણે શોધી કાઢ્યું છે કે પ્લાસ્ટિક કેટલાક હાનિકારક રસાયણો છોડે છે જે આપણા પેટમાં રહેતા સારા બેક્ટેરિયાને નુકસાન પહોંચાડી શકે છે. જો કે પ્લાસ્ટિકમાંથી કયા રસાયણો નીકળે છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ વૈજ્ઞાનિકો માને છે કે પ્લાસ્ટિકના કન્ટેનરમાં ખોરાક ખાવાથી આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. તેથી આપણે પ્લાસ્ટિકના કન્ટેનરનો ઉપયોગ ઘટાડવો જોઈએ અને ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરવા માટે અન્ય વિકલ્પો પર વિચાર કરવો જોઈએ.
વધુ વાંચો: ગર્ભનિરોધક ગોળીને કારણે સ્ટ્રોક અને હાર્ટની બીમારીનો ખતરો, રિસર્ચમાં ચેતવતો ખુલાસો
પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડો
પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે તમે કેટલીક સરળ પદ્ધતિઓ અપનાવી શકો છો. સૌ પ્રથમ શક્ય હોય ત્યારે પ્લાસ્ટિકના બદલે કાચ અથવા સ્ટેનલેસ સ્ટીલના કન્ટેનરનો ઉપયોગ કરો. બીજું ગરમ ખોરાક ક્યારેય પ્લાસ્ટિકના કન્ટેનરમાં ન રાખો કારણ કે તેનાથી ખોરાકમાં હાનિકારક રસાયણો ભળી શકે છે. ત્રીજું એવા રેસ્ટોરન્ટ્સ પસંદ કરો જે ખોરાક માટે પર્યાવરણને અનુકૂળ કન્ટેનરનો ઉપયોગ કરે છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.