બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / મૂળી પરાઠા સાથે ભૂલથી પણ ન ખાતા આ 3 ચીજ, નહીંતર હેલ્થને થઇ શકે છે નુકસાન
Last Updated: 03:01 PM, 5 December 2024
આ સિઝનમાં તાજી મેથી, પાલક અને મૂળા એકદમ તાજા આવે છે તેથી લોકો આ શાકભાજીમાંથી બનાવેલા પરોઠા ખાવાનું પસંદ કરે છે. એમાંય મૂળના પરોઠા ફૂડ લવર્સમાં પહેલા આવે. પરંતુ શું તમે જાણો છો કે ચા સાથે મૂળાના પરોઠા ખાવા કેટલા નુકસાનકારક છે?
ADVERTISEMENT
આ વસ્તુઓ સાથે ક્યારેય ના ખાવા જોઈએ મૂળાના પરોઠા.
ADVERTISEMENT
ચા સાથે
ચા અને પરોઠાનું કોમ્બિનેશન શિયાળાનો સૌથી ફેવરિટ કોમ્બો છે. નાસ્તામાં ગરમાગરમ પરોઠા સાથે ચાનો આનંદ બમણો થઈ જાય છે, પરંતુ આ સ્વાદિષ્ટ મિશ્રણના ઘણા ગેરફાયદા છે. મૂળાની તાસીર ઠંડી છે અને ચા ની ગરમ માટે આ બંનેનું એકસાથે સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે, જેના કારણે ગેસ, અપચો અને પેટ ફૂલી શકે છે.
નારંગી સાથે
પરોઠા સામાન્ય રીતે સવારના નાસ્તામાં ખાવામાં આવે છે અને નારંગી પણ એક એવું ફળ છે જેનો જ્યુસ લોકો ઘણીવાર સવારે પીતા હોય છે. મૂળા અને નારંગી બંનેની તાસીર ઠંડી છે આથી બંનેને સાથે ખાવાથી શરદી અને ઉધરસની સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં આ બંનેને એકસાથે ખાવાનું ટાળવું જોઈએ.
દૂધ સાથે
આયુર્વેદમાં મૂળા અને દૂધ એકસાથે ખાવાની મનાઈ છે. જો આ બંને વસ્તુઓ એકસાથે ખાવામાં આવે તો ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. ત્વચા પર સફેદ ડાઘ પાડવા લાગે છે. આથી દૂધ અને મૂળાના પરોઠા એકસાથે ના ખાવા જોઈએ.
વધુ વાંચો: UPIથી ઓનલાઈન પેમેન્ટ કરનારા લોકો માટે ખુશખબર, RBIએ આ નિયમમાં કર્યો મોટો ફેરફાર
મૂળાના પરોઠા આ વસ્તુ સાથે પણ ટાળો
કારેલાના શાક સાથે પણ મૂળાના પરોઠા ન ખાવા જોઈએ. કારણકે તેનાથી શ્વાસ સંબંધી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તો દહીં અને મૂળાના પરોઠા એકસાથે ખાવાથી પાચનક્રિયા પર અસર થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
એક વાત કઉં / બહુ ગરમ ચા પીવાની આદત છે? આ રોગ થઇ શકે છે
ADVERTISEMENT