લૉકડાઉન થયુ ત્યારે આપણે સૌએ જાણ્યુ કે આપણી પાસે ઘણો સમય છે. જેમાં પરિવાર સાથે લોકોએ ઇન્ડોર ગેમ્સ રમી, નવી નવી વાનગીઓ કે જે વિસરાઇ ગઇ હતી તે વર્ષો બાદ બની. ઘરમાં કઇ વસ્તુ ક્યાં પડી છે તે કદાચ લોકોએ જાણ્યુ. અત્યાર સુધી કોઇને ખબર જ નહોતી કે આપણે ખાલી સમયમાં શું કરીએ છીએ.
ભારતમાં કરવામાં આવ્યો સર્વે
એવરેજ ભારતીય ખાલી સમયમાં સૂઇ જાય છે
સ્ટડીમાં ખુલાસો થયો છે
ભારતમાં એક સર્વે કરવામાં આવ્યો છે કે ભારતીયો પોતાના ખાલી સમયમાં સૌથી વધારે શું કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે ખાલી સમયમાં દરેક લોકો અલગ અલગ કામ કરતા હોય છે. ત્યારે સર્વેમાં સામે આવ્યું છે કે ભારતમાં મોટા ભાગના લોકો ખાલી સમયમાં સૂવાનુ પસંદ કરે છે.
વધારે પડતા ભારતીય પોતાના ખાલી સમયમાં સુવાનુ પસંદ કરે છે. એક સ્ટડીમાં ખુલાસો થયો છે. આ પહેલો એવો સર્વે છે કે જેમાં સ્ટડી કરવામાં આવ્યુ છે કે ભારતીયો તેમના ખાલી સમયમાં શું કરે છે.
આ સર્વેનો હેતુ એ જાણવાનો હતો કે ગ્રામીણ અને શહેરી લોકો સૌથી વધારે ક્યા કામમાં તેમનો સમય વાપરે છે. 2019ના જાન્યુઆરી અને ડિસેમ્બર વચ્ચે NSOએ ટાઇમ યુઝ સર્વે કર્યુ હતુ. 5947 ગામ અને 3998 શહેરી બ્લોક સાથે 138799 ધરોમાં આ સર્વે કરવામાં આવ્યો છે. આંદમાન અને નિકોબારને છોડીને આ સર્વે સમગ્ર દેશમાં કરવામાં આવ્યો હતો.
સર્વેના હિસાબે, દરેક ભારતીય ખાલી સમયમાં 552 મિનીટ કે 9.2 કલાક સૂઇ જાય છે. ગ્રામીણ ક્ષેત્રોમાં પુરુષો 554 મિનીટની ઉંઘ લે છે જ્યારે મહિલાઓ 557 મિનીટની ઉંઘ લે છે. જ્યારે શહેરમાં પુરુષ 534 અને મહિલાઓ 552 મિનીટની ઉંઘ લે છે.