ધર્મ / ભગવાન વિષ્ણુનો અવતાર: પરશુરામ

Avatar of Lord Vishnu: Parshu Ram

'સાત ચિરંજીવી'માં એક ગણાતા પ્રભુ પરશુરામ અને માતા રેણુકાજીનાં મંદિરો ભારતમાં અનેક જગ્યાએ આવેલાં છે. વીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર ગણાય છે. પોતાના પ્રિય શસ્ત્ર પરશુ (કુહાડી, ફરશી)ને કારણે એ ‘પરશુરામ’ નામથી સુપ્રસિદ્ધ છે. બ્રહ્માના દસ માનસપુત્રોમાંના એક એવા ભૃગુઋષિના વંશમાં જન્મેલા જમદગ્નિ અને રેણુકાનાં એ સુપુત્રે પોતાનાં તપ, શાસ્ત્રો અને શસ્ત્રો વડે એટલો પ્રભાવ સિદ્ધ કર્યો કે વિષ્ણુનાં દસ અવતારોમાં, રામના પુરોગામી છઠ્ઠા અવતાર તરીકે એ પ્રતિષ્ઠા પામ્યા. ભગવાન શંકર પાસે એમણે ધનુર્વિદ્યાની તાલીમ પ્રાપ્ત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ