બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / કેવી હશે પેંડોરાની દુનિયા? અવતાર 3ની પહેલી ઝલક આવી સામે, આ તારીખે થશે રીલીઝ

ફર્સ્ટ લુક / કેવી હશે પેંડોરાની દુનિયા? અવતાર 3ની પહેલી ઝલક આવી સામે, આ તારીખે થશે રીલીઝ

Last Updated: 07:49 PM, 11 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અવતાર ફ્રેન્ચાઇઝીના ત્રીજા ભાગ પર અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. જેમ્સ કેમરોને તેની આગામી ફિલ્મ અવતારની કેટલીક તસવીરો શેર કરી છે. પેન્ડોરાની નવી દુનિયાની ઝલક અને રહસ્યો તસવીરોમાં જોઈ શકાય છે. આ ઉપરાંત ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર થઈ ગઈ છે જેને લઈને ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અવતાર ફ્રેન્ચાઈઝીના ચાહકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. પેન્ડોરાની દુનિયામાં આપણને પરિચય કરાવનાર જેમ્સ કેમેરોન ફરી એકવાર દર્શકોને નવી સફર પર લઈ જવાની તૈયારી કરી રહ્યા છે. ફિલ્મના પહેલા બે ભાગ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થયા હતા. મેકર્સે સોશિયલ મીડિયા પર 'અવતાર 3' સંબંધિત કેટલીક અદભૂત ઝલક શેર કરી છે જે વાયરલ થઈ રહી છે.

પાન્ડોરાની નવી દુનિયાની ઝલક

ડિઝનીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં 'અવતાર'ની નવી દુનિયાની નવી થીમ જોઈ શકાય છે. ચિત્રો નાવીની જુદી જુદી દુનિયા અને એલિયનની દુનિયા બંને દર્શાવે છે. તમને જણાવી દઈએ કે 'અવતાર' અને 'અવતારઃ ધ વે ઓફ વોટર'ની સફળતા બાદ મેકર્સે તેના ત્રીજા ભાગ 'અવતારઃ વે ઓફ ફાયર' પર કામ શરૂ કરી દીધું હતું. જેમ્સ કેમરન અને જોન લેન્ડો સંયુક્ત રીતે ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે.

Avtar-2_1.jpg

શેર કરેલી તસવીરોની વાત કરીએ તો આને ડાયલન કોલ દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેમાં નાઓઈ એક વિશાળ ઉડતા પક્ષી જેવા જાનવરની પીઠ પર સવારી કરતા જોઈ શકાય છે. આ તસવીર તમને ફિલ્મ 'અવતાર'માં બતાવેલ 'બંશી'ની યાદ અપાવી શકે છે. બીજા ફોટામાં Na'vi અને વિશાળ વ્હેલ તુલ્કુન સમુદ્રમાં ચમકતા બાયોલ્યુમિનેસન્ટ સ્થળની નજીક જોવા મળે છે. આ તસવીરો જોઈને ફેન્સમાં પેન્ડોરાની દુનિયાના નવા રહસ્યો જાણવાની ઉત્સુકતા વધી ગઈ છે.

વધુ વાંચો : સૂર્યા અને લોર્ડ બોબીનો ખૂંખાર અવતાર, કંગુઆનું હિન્દી ટ્રેલર રીલીઝ, જોનારાની આંખો પહોળી

પેન્ડોરાની દુનિયામાં બે નવી સંસ્કૃતિઓનું મિલન

જેમ્સે તેના ઘણા ઈન્ટરવ્યુમાં ફિલ્મ વિશે વાત કરી છે. થોડા સમય પહેલા ફિલ્મ વિશે વાત કરતી વખતે તેણે કહ્યું હતું કે ફિલ્મના ત્રીજા ભાગમાં તે પેન્ડોરાની દુનિયામાં બે નવી સંસ્કૃતિઓનું મિલન બતાવવા જઈ રહ્યો છે. તમે આગામી ફિલ્મમાં બે નવી સંસ્કૃતિઓને મળવાના છો. હાલમાં ચાહકોએ ફિલ્મની રિલીઝ માટે લાંબી રાહ જોવી પડશે. આ ફિલ્મ 19 ડિસેમ્બર, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Avatar3 Pandora Hollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ