અવતાર ધ વે ઑફ વોટરે પહેલા અઠવાડિયામાં વિશ્વભરમાં 600 મિલિયન એટલેકે આશરે પાંચ હજાર કરોડનો બિઝનેસ કર્યો છે. ભારતમાં ફિલ્મ સારી કમાણી કરી રહી છે. ફર્સ્ટ વીકમાં ફિલ્મે 193.60 કરોડનો ટોટલ બૉક્સ ઑફિસ કલેક્શન કર્યુ છે.
'અવતાર ધ વે ઑફ વોટરે' પહેલા અઠવાડિયામાં 5 હજાર કરોડનો બિઝનેસ કર્યો
ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી આ બીજી હૉલીવુડ ફિલ્મ બની
પહેલા અઠવાડિયામાં ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી આ બીજી હૉલીવુડ ફિલ્મ બની ગઇ છે. 260.40 કરોડની સાથે એવેન્જર્સ એન્ડગેમ હજી પણ પહેલા નંબરે છે. એટલું જ નહીં, ફિલ્મે પહેલા અઠવાડિયામાં જ ઘણી બોલીવુડ ફિલ્મોના લાઈફ ટાઈમ કલેક્શનને પાછળ રાખી દીધુ છે.
ફર્સ્ટ વીકમાં બેસ્ટ કલેક્શનવાળી બીજી હૉલીવુડ ફિલ્મ બની
પહેલા અઠવાડિયામાં અવતાર 2એ 193.60 કરોડનુ ટોટલ કલેક્શન કરીને એવેન્જર્સ ઈનફિનિટી વૉર, સ્પાઈટર મેન નો વે હોમ અને ડૉ. સ્ટ્રેન્જ- ઈન ધ મલ્ટીવર્સ ઑફ મેડનેસ જેવી ફિલ્મોની પહેલા અઠવાડિયાની કમાણીને પાછળ રાખી છે. અવતાર 2ની આગળ હવે માત્ર એવેન્જર્સ એન્ડગેમ છે, જેણે પહેલા અઠવાડિયામાં આખા ભારતમાં 260.40 કરોડનુ કલેક્શન કર્યુ હતુ.
પહેલા અઠવાડિયામાં ઘણી બોલીવુડ ફિલ્મોને કરી પાછળ
અવતાાર 2એ માત્ર હૉલીવુડ ફિલ્મોને જ નહીં, પરંતુ 2022માં રીલીઝ થયેલી ઘણી બોલીવુડ ફિલ્મોના લાઈફ ટાઈમ કલેક્શનને પણ પાછળ રાખી દીધુ છે. જેણે ગંગુબાઈ કાઠિયાવાડી, ભૂલ ભુલૈયા 2 જેવી ફિલ્મોના ટોટલ કલેક્શનને રીલીઝના પહેલા અઠવાડિયામાં પાછળ પાડ્યુ છે. જેની આગળ હવે બ્રહ્યાસ્ત્ર, ધ કાશ્મીર ફાઈલ્સ અને દ્રશ્યમ 2 જેવી ફિલ્મો છે.
ઉલ્લેખનીય છે કે અવતાર 2 16 ડિસેમ્બરે રીલીઝ થઇ છે. દેશના ગણમાન્ય શહેરોમાં ફિલ્મનો પહેલો શો 16 ડિસેમ્બરે મિડનાઈટ 12 વાગ્યાથી શરૂ થયો હતો. આશરે બે હજાર કરોડમાં બનેલી આ ફિલ્મના સ્પેશિયલ ઈફેક્ટ્સ, વીએફએક્સ અને બેકગ્રાઉન્ડ સ્કોરના ઘણા વખાણ સાંભળવા મળી રહ્યાં છે.