બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Avalanche hit patrol in Siachen glacier eight soldiers feared trapped under snow

હિમસ્ખલન / સિયાચીનમાં 18000 ફુટની ઉંચાઇ પર બરફનું તોફાન, 4 જવાન શહીદ, 2 સિવિલયન પોર્ટરના મોત

Hiren

Last Updated: 10:47 PM, 18 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લદ્દાખના સિયાચીનમાં હિમસ્ખલન થવાથી સેનાના આઠ જવાન બરફમાં નીચે દબાઇ ગયા હતા. જ્યારબાદ સેનાએ જવાનોને બચાવવા માટે બચાવવા માટે બચાવ કામગીરી હાથધરી હતી. ત્યારે હવે મળતી માહિતી અનુસાર સિયાચીનમાં હિમસ્ખલન દુર્ઘટનાએ જવાનોનો ભોગ લીધો છે. 4 જવાન શહીદ થયા છે, જ્યારે 2 સિવિલયન પોર્ટરના મોત થયા છે.

  • સિયાચીનમાં બરફના તોફાનમાં ભારતીય સેનાની પોસ્ટ આવી ઝપેટમાં
  • આઠ જવાનો પેટ્રોલિંગ પાર્ટી નિરીક્ષણ માટે નિકળી હતી
  • ​4 જવાન શહીદ, 2 સિવિલયન પોર્ટરના મોત

સૈન્ય સૂત્રોએ જણાવ્યું કે આ બરફનું તોફાન બપોરે 3:30 કલાકે ત્યારે આવ્યું જ્યારે આઠ જવાનો પેટ્રોલિંગ પાર્ટી નિરીક્ષણ માટે નિકળી હતી. હિમસ્ખલન ઉત્તર ગ્લેશિયરમાં થયું છે જ્યાં ઉંચાઇ અંદાજિત 18 હજાર ફૂટથી વધુ છે.

સૈન્ય સૂત્રોએ જણાવ્યું કે આ પેટ્રોલિંગ પાર્ટીમાં આઠ જવાન સામેલ હતા. જેમની શોધખોળ માટે ઝડપથી બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે હવે મળતી માહિતી અનુસાર, સિયાચીનમાં હિમસ્ખલન દુર્ઘટનાએ જવાનોનો ભોગ લીધો છે. 4 જવાન શહીદ થયા છે, જ્યારે 2 સિવિલયન પોર્ટરના મોત થયા છે.

દુનિયાના સૌથી ઉંચા અને ઠંડા રણક્ષેત્ર સિયાચીનમાં ભારત અને પાકિસ્તાને વર્ષ 1984થી અત્યાર સુધી યુદ્ધથી ખરાબ હવામાનને લઇને જવાનો ખોયા છે.

વર્ષ 2016ના ફેબ્રુઆરીમાં ભારે હિમસ્ખલનને લઇને અંદાજિત 10 જવાન શહીદ થઇ ગયા હતા. લાંસ નાયક હનમનથપ્પા કોપડ અંદાજિત 25 ફુટ બરફની અંદર દબાઇ ગયા હતા અને છ દિવસો સુધી જિવીત રહ્યા બાદ તેમણે દિલ્હીના એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Avalanche Siachen glacier જવાન બરફ સિયાચિન Himalayas
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ