બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ભૂલથી પણ આ તારીખ ચૂક્યાં તો નહીં મળે હોમ લોન, અન્ય ફાયદામાં પણ રહી જશો બાકાત, જાણો અપડેટ

તમારા કામનું / ભૂલથી પણ આ તારીખ ચૂક્યાં તો નહીં મળે હોમ લોન, અન્ય ફાયદામાં પણ રહી જશો બાકાત, જાણો અપડેટ

Last Updated: 02:27 PM, 20 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એપ્રિલ શરૂ થતા જ ટેક્સ ભરનારાઓએ પોતાના પૈસા બચાવવા માટેની ગણતરી પણ શરૂ કરી દીધી છે. કોઈએ હોમ લોન પર ટેક્સ બચાવવો છે તો કોઈએ રોકાણ અને એલાઉન્સ પર. પરંતુ આ ઉતાવળમાં જો એક ડેડલાઇન ભૂલી ગયા તો બધા પણ પાણી ફરી વળશે અને તમને એક પૈસાનાં ટેક્સની છૂટ નહીં મળે.

માર્ચ ખતમ થાય અને એપ્રિલ શરૂ થાય એની સાથે જ આવકવેરા માટેની દોડધામ શરૂ થઈ જાય છે. ટેક્સ બચાવવાની પ્રક્રિયા પણ શરૂ થઈ જાય છે. કોઈ નવી વ્યવસ્થામાં પૈસા બચાવવા માટે ગણતરી કરી રહ્યા છે જ્યારે કેટલાક જૂની વ્યવસ્થા લગાવીને હોમ લોન, 80Cનું રોકાણ સહિત વીમા અને બજારમાંથી મેળવેલા નાણાં પર ટેક્સ બચાવવા માટે ગણતરી કરી રહ્યા છે. પરંતુ, આ બધી ધમાલ વચ્ચે, કોઈ મહત્ત્વપૂર્ણ તારીખ અથવા એમ કહીએ કે ડેડલાઇનને ભૂલી ન હતા. જો તમે આ ડેડલાઇન ભૂલી ગયા તો આવકવેરામાં કોઈ છૂટ નહીં મળે. ભલે તમે હોમ લોનનું વ્યાજ ચૂકવતા હોવ અથવા FD વ્યાજમાંથી કમાણી કરતા હોવ.

નાણાકીય વર્ષ 2023-24 માટે ઈન્કમ ટેક્સ રિટર્નની સમયમર્યાદા આવકવેરા વિભાગ દ્વારા 31 જુલાઈ, 2024 નક્કી કરવામાં આવી છે. જો તમે આ ડેડલાઇન પહેલા તમારું ITR ફાઇલ કરો છો, તો તમને જૂની પદ્ધતિ પસંદ કરવાની તક આપવામાં આવશે. નિર્ધારિત ડેડલાઇન પાર કર્યા પછી, કરદાતાઓને જૂની શાસન પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે નહીં.

income tax return_7

શું છે જૂની અને નવી વ્યવસ્થા

સરકારે 2019માં નવી વ્યવસ્થા લાગુ કરી હતી, જેમાં આવકવેરા સ્લેબના દર ઓછા છે, પરંતુ તેમાં કોઈપણ પ્રકારની કર મુક્તિ આપવામાં આવી નથી. સરકારે 70 પ્રકારની કર મુક્તિઓ ખતમ કર્યા પછી જ નવી વ્યવસ્થા લાગુ કરી હતી. જયારે જૂની વ્યવસ્થામાં સ્લેબ રેટ વધુ હોવા છતાં, હોમ લોનના વ્યાજ અને મુદ્દલ પર 3.50 લાખ રૂપિયા, 80C હેઠળ 1.5 લાખ રૂપિયા અને વીમા પર 75 હજાર રૂપિયાની સીધી ટેક્સ છૂટ છે. આ સિવાય તમને અન્ય વિકલ્પો પર પણ ટેક્સ છૂટ મળે છે.

PROMOTIONAL 13

શા માટે પસંદ કરવી પડે છે વ્યવસ્થા

સરકારે 2023ન બજેટથી નવી કર વ્યવસ્થા બાય ડિફોલ્ટ લાગૂ કરી દીધી છે. આનો અર્થ એ છે કે જો રોકાણકાર કોઈ વ્યવસ્થા પસંદ ન કરે, તો તેની કમાણી નવી વ્યવસ્થા હેઠળ ગણવામાં આવશે અને તેના દર મુજબ કર કાપવામાં આવશે. આનો અર્થ એ છે કે જો તમે લોન, રોકાણ અથવા અન્ય પ્રકારના ભથ્થાં પર કર મુક્તિ મેળવવા માંગો છો, તો તમારે જૂની કર વ્યવસ્થા જાતે પસંદ કરવી પડશે. આ માટે 31મી જુલાઈ પહેલા રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે.

વધુ વાંચો: ફ્લેટ બુક કરવામાં જરાય ઉતાવળ ન કરતા, પહેલા ચેક કરી લેજો આટલાં ડોક્યુમેન્ટ્સ, નહીં છેતરાઓ

જો ડેડલાઇન ચૂકી ગયા તો...

જો કોઈ કરદાતા 31 જુલાઈ સુધીમાં તેમનું રિટર્ન ફાઈલ નહીં કરે, તો 1 ઓગસ્ટ, 2024 થી 31 ડિસેમ્બર, 2024 સુધી, આવા કરદાતાઓને વિલંબિત ITR ફાઈલ કરવાની તક આપવામાં આવશે. આનો અર્થ એ થયો કે આવા કરદાતાઓ અમુક દંડ ભરીને તેમનું રિટર્ન ફાઇલ કરી શકશે, પરંતુ તેમને જૂની કર વ્યવસ્થાનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં, નવી વ્યવસ્થા લાગુ કરીને સમાન દરે તેમની કમાણીમાંથી સીધો ટેક્સ કાપી લેવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

ITR Filling Deadline Utility News Income Tax Alert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ