દેશની સૌથી મોટી કારમેકર કંપની મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ પોતાની કાર પર હાલમાં ડિસ્કાફઉન્ટ ઑફર કરી રહી છે. આવો જાણીએ ઓગસ્ટ 2018માં મારૂતિની કઈ કારો પર મળી રહી છે કેટલી છૂટ…
મારૂતિ સુઝુકી અલ્ટો 800:
મારૂતિ સુઝુકીની સૌથી ઓછી કિંમતની એન્ટ્રી લેવલ હેચબેક Maruti Alto 800 પર 60000 રૂપિયા સુધીની બચત થઇ શકે છે. તેના તમામ વેરિયન્ટ્સ પર 30000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે તે ઉપરાંત જૂની કાર વેચવા પર 30000 રૂપિયાના એક્સચેન્જ બૉનસ ઑફર મળી રહી છે. જો તમે સાત વર્ષથી વધુ જૂની કાર વેચી રહ્યા છો તો 20 000 રૂપિયાનું જ એક્સચેન્જ બોનસ મળશે.
મારૂતિ અલ્ટો K10:
અલ્ટોના આ વર્ઝન પર પણ તમને ઓફર મળશે. તેના મેન્યુઅલ વેરિયન્ટ્સ પર 22 000 રૂપિયાની છૂટ મળશે. જ્યારે એએમટી વેરિયન્ટ્સ પર 27 000 રૂપિયાની બચત થશે. તે ઉપરાંત મેન્યુઅલ અને એએમટી વર્ઝન્સ પર ક્રમશઃ 30 000 અને 35 000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળશે. જો તમે સાત વર્ષથી વધુ જૂની કાર વેચી રહ્યા છો તો આ બોનસ ઘટીને 10 000 રૂપિયા થઈ જશે.
મારૂતિ વેગનઆર:
દેશની પોપ્યુલર ટોલબોય મારુતિ સુઝુકી વેગનઆરના એલએક્સઆઈ વેરિયન્ટ પર 30 000 રૂપિયા અને વીએક્સઆઈ વેરિયન્ટ પર 35 000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એએમટી વેરિયન્ટ્સ પર 35 000 રૂપિયાની છૂટ મળી શકે છે. સીએનજી વેરિયન્ટ પર 35 000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. પેટ્રોલ મોડલ પર 30 000 અને સીએનજી વેરિયન્ટ્સ પર 35 000 રૂપિયાની એક્સચેન્જ ઓફર મળી રહી છે. સાત વર્ષથી વધુ જૂની કાર હોવા પર તે ઘટીને 10 000 રૂપિયા રહી જશે.
મારૂતિ સુઝુકી સેલેરિયો:
મારૂતિ સુઝુકી સેલેરિયાનો પેટ્રોલ અને સીએનજી વેરિયન્ટ્સ પર 25000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળશે તો તેના એએમટી વેરિયન્ટ્સ પર 30000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળશે. મેન્યુઅલ ટ્રાન્સમિશન વેરિયન્ટ્સ પર 25000 રૂપિયા અને એએમટી મોડલ્સ પર 30000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળશે.
મારૂતિ સુઝુકી અર્ટિગા:
મારૂતિ સુઝુકી અર્ટિગાનું નવું અપડેટ મોડલ લોન્ચ થવાનું છે. ત્યારે તેના જૂના મોડલનો સ્ટોક ખાલી કરવાનો પ્રયાસ છે. હાલ અર્ટિગા મોડલના પેટ્રોલ અને સીએનજી વેરિયન્ટ્સ પર ક્રમશઃ 15 000 અને 10 000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળશે. ડીઝલ વેરિયન્ટ્સનું વેચાણ ચાલી રહ્યું છે અને તેના પર તમને 25 000 રૂપિયાની બચત થઈ શકે છે. પેટ્રોલ વેરિયન્ટ્સ પર 30 000 રૂપિયા અને સીએનજી વેરિયન્ટ્સ પર 35 000 રૂપિયાના એક્સચેન્જ બોનસની ઓફર મળી રહી છે.