એલાન / રાહત પેકેજ ન મળતા અમદાવાદમાં રીક્ષાચાલકોની આજે એક દિવસની પ્રતિક હડતાળ

Autorickshaws in ahmedabad to go off road today

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીના પગલે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેને લઇને ઘણા લોકોના રોજગાર-નોકરી પર અસર જોવા મળી હતી. જેમાં રીક્ષા ચાલકોને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે કોરોનાને લઇને લોકડાઉનમાં ઉભી થયેલી તંગીના કારણે અત્યાર સુધીમાં 3 રીક્ષાચાલકોને જીવન પણ ટૂકાવી દીધું છે. ત્યારે આ અંગે રીક્ષા એસોસિયેશન દ્વારા અલગ-અલગ માગણીઓને લઇ સરકારને રજૂઆત કરવામાં આવી હતી, જો કે હજુ સુધી તેને સ્વીકારવામાં ન આવતા આખરે રીક્ષાચાલકોએ એક દિવસની પ્રતિક હડતાળનું એલાન કર્યું. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ