બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ટેક અને ઓટો / ભારતમાં ટેસ્લાની ઈલેક્ટ્રિક કારની એન્ટ્રી, સૌથી પહેલા લોન્ચ થઈ શકે આ મોડેલ, જાણો ખાસિયત
Last Updated: 10:21 PM, 19 June 2025
ટેસ્લા ઘણા સમયથી ભારતમાં પોતાની ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. તેના કેટલાક વાહનો દેશના રસ્તાઓ પર પહેલાથી જ જોવા મળી ચૂક્યા છે, જો કે આ વખતે મોડેલ 3 અને મોડેલ Y કોઈપણ કવર વગર પાર્કિંગમાં જોવા મળ્યા છે. ભારતમાં કુલ 4 ટેસ્લા કાર જોવા મળી છે. તેમાંથી એક ટેસ્લા મોડેલ વાય ફેસલિફ્ટ હતી, જેને જ્યુનિપર તરીકે પણ ઓળખવામાં આવે છે.
ADVERTISEMENT
ટેસ્લા ભારતમાં શોરૂમ અને મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે જગ્યા શોધી રહી છે. આ અમેરિકન કંપનીએ ભારતમાં મોડેલ 3 અને મોડેલ Y વેરિઅન્ટ્સના હોમોલોગેશન માટે એટલે કે ભારતીય રસ્તાઓ અનુસાર કારમાં ફેરફાર કરવા માટે અરજીઓ પણ સબમિટ કરી છે. પહેલી ડીલરશીપનું ઉદ્ઘાટન મુંબઈમાં થવાની અપેક્ષા છે.
ADVERTISEMENT
ટેસ્લા ભારતીય બજારમાં સૌથી પહેલા મોડેલ Y લોન્ચ કરી શકે છે. તેનું કારણ એ છે કે SUV હાલમાં સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પસંદગીની બોડી સ્ટાઇલ છે. મોડેલ Yને વધુ સારું ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ મળે છે, જે દેશના રસ્તાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય માર્કેટ માટે ડિઝાઇન કરાયેલા વાહનોની એક મોટી ખૂબી છે. ટેસ્લા મોડેલ 3 લોન્ચ નહીં કરે કારણ કે તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ ઓછું છે, જેના કારણે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.