વાયરલ /
ભારતના આ ઓટો ડ્રાઈવરે પોતાની રિક્ષામાં કંઈક એવું કર્યું કે, મામલો છેક યુક્રેન સુધી પહોંચ્યો
Team VTV04:08 PM, 05 Mar 22
| Updated: 04:09 PM, 05 Mar 22
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે 10મો દિવસ છે.ભારતના એક ઓટો ડ્રાઈવરે NATO વિશે ખૂબ જ ઘાતક વાત લખી છે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે 10મો દિવસ છે.
બિઝનેસમેન હર્ષ ગોયેન્કાએ આ તસવીર ટ્વિટ કરી છે
હાલ આ ઓટો ડ્રાઈવરની પ્રશંસા થઈ રહી છે
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે 10મો દિવસ છે. સતત હુમલા પછી પણ આંતરરાષ્ટ્રીય સંગઠન નાટો એક્શનમાં આવ્યું નથી અને જ્યારે યુક્રેને નાટો પાસે સૈન્ય મદદ માંગી તો તેણે હાથ ઊંચા કરી દીધા. તેના પર ભારતના એક ઓટો વ્યક્તિએ નાટો વિશે ખૂબ જ ઘાતક વાત લખી છે.
હર્ષ ગોયેન્કાએ શેર કરેલી ટ્વીટ જોઈને લોકો હસી પડ્યા છે.
રશિયાના સતત હુમલા પછી પણ આંતરરાષ્ટ્રીય સંગઠન નાટો એક્શનમાં આવ્યું નથી અને જ્યારે યુક્રેને નાટો પાસે સૈન્ય મદદ માંગી તો તેણે હાથ ઊંચા કરી દીધા. તેના પર ભારતના એક ઓટો વ્યક્તિએ નાટો વિશે માર્મિક પોસ્ટર પોતાની ઓટો પર લગાડ્યું છે. જેનો ફોટો હાલ સોશિયલ મીડિયા પર વારલ થઈ રહ્યો છે. જાણીતા ઉદ્યોગપતિ હર્ષ ગોયેન્કાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે તેની NATOની મજા લેવાનું શરૂ કરી દીધું છે. ટ્વિટર પર શેર કરવામાં આવેલી તસવીરમાં લખ્યું છે કે, ' જરૂર પડે ત્યારે NATO નહીં... ઓટો જ કામમાં છે.' તમને જાણીને નવાઈ લાગશે કે ફોટા પર સેંકડો રીટ્વીટ અને હજારો લાઈક્સ મળી છે.
આ સાથે લોકો ઓટો ડ્રાઈવરના જોરદાર વખાણ કરી રહ્યા છે. લોકો તેની સર્જનાત્મકતાની પ્રશંસા કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ભારતના ઓટો ડ્રાઈવરો આંતરરાષ્ટ્રીય મુદ્દાઓથી પણ વાકેફ છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, 'મામલો આંતરરાષ્ટ્રીય વિચારસરણીનો સ્થાનિક છે.' જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, 'તસવીર ફની છે પરંતુ તે કડવું સત્ય છે.' અન્ય યુઝરે લખ્યું, 'યુક્રેન નાટો દ્વારા ઘડવામાં આવ્યું છે.'