દેશની સૌથી મોટી ટુ વ્હિલર બનાવતી કંપની હીરો મોટોકોપે 1 મે સુધીમાં પોતાના તમામ પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
22 એપ્રિલથી 1 મે સુધી તમામ ફેક્ટરીઓ, મેન્યુફેક્ચરિંગ યુનિટ્સનેબંધ રાખવામાં આવશે
આ ટેમ્પરરી શર્ટડાઉનમાં કંપનીના ગ્લોબલ પાર્ટ સેન્ટર પણ બંધ રહેશે
તમામ પ્લાન્ટ અને જીપીસી તબક્કાવાર રીતે 4 દિવસમાં બંધ રહેશે
આ ટેમ્પરરી શર્ટડાઉનમાં કંપનીના ગ્લોબલ પાર્ટ સેન્ટર પણ બંધ રહેશે
દેશમાં આ સમયે કોરોનાના ખૂબ ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. દેશના દરેક ભાગમાં સેંકડો લોકો સંક્રમિત થઈ રહ્યા છે. આ સમય દેશની સૌથી મોટી ટુ વ્હિલર બનાવતી કંપની હીરો મોટોકોપે 1 મે સુધીમાં પોતાના તમામ પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. હીરો મોટોકોપે જણાવ્યું કે 22 એપ્રિલથી 1 મેની વચ્ચે કંપનીની તમામ ફેક્ટરીઓ, મેન્યુફેક્ચરિંગ યુનિટ્સને તબક્કાવાર રીતે બંધ રાખવામાં આવશે. કંપનીએ આ ટેમ્પરરી શર્ટડાઉનમાં કંપનીના ગ્લોબલ પાર્ટ સેન્ટર પણ બંધ રહેશે.
તમામ પ્લાન્ટ અને જીપીસી તબક્કાવાર રીતે 4 દિવસમાં બંધ રહેશે
સ્ટોક એક્સચેન્જને જાણકારી આપતા હીરો મોટોકોપે જણાવ્યું કે શટડાઉનના આ સમયનો ઉપયોગ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સમાં જરુરી મેન્ટેન્સ માટે કરવામાં આવશે. કંપનીએ જણાવ્યું કે 22 એપ્રિલથી 1 મેની વચ્ચે તમામ પ્લાન્ટ અને જીપીસી તબક્કાવાર રીતે 4 દિવસમાં બંધ રહેશે.
તમામ કોર્પોરેટ ઓફિસમાં વર્ક ફ્રોમ હોમ થઈ રહ્યું છે
સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં કંપનીએ જણાવ્યું કે તેમના તમામ કોર્પોરેટ ઓફિસમાં વર્ક ફ્રોમ હોમ થઈ રહ્યું છે અને બહું ઓછા કર્મચારી રોટેશન બેસિસ પર ઓફિસ આવે છે. આ શટડાઉનથી ડિમાન્ડને પુરી કરવા માટે કંપનીની ક્ષમતાઓ પર કોઈ અસર નહીં પડે આ શટડાઉનને આવનારા સમયમાં પહોંચી વળાશે.
ફેક્ટરીઓમાં 80 હજારથી વધારે કર્મચારીઓ કામ કરે છે
હીરો મોટોકોપે મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ હરિયાણાના ગુરુગ્રામ અને ઘારુહેરામાં છે. સાથે આંધ્ર પ્રદેશના ચિત્તૂર, ઉત્તરાખંડના હરિદ્વાર, રાજસ્થાનના નીમરાના અને ગુજરાતના હાલોલમાં છે. આ ફેક્ટરીઓમાં 80 હજારથી વધારે કર્મચારીઓ કામ કરે છે.