બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારી CNG કારમાં મળશે જબરદસ્ત માઈલેજ! અજમાવો આ સરળ ટિપ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 05:19 PM, 26 April 2025
1/6
મિડલ ક્લાસમાં જ્યારે કાર ખરીદવાની વાત આવે ત્યારે વધુ માઇલેજ મેળવવા માટે CNG કાર ખરીદવામાં આવે છે. પરંતુ જ્યારે કાર અપેક્ષા મુજબ માઇલેજ આપવાનું બંધ કરી દે છે ત્યારે નુકસાન થતુ હોય છે. પરંતુ CNG કારના ઓછા માઇલેજ પાછળ બીજા કારણો પણ હોઈ શકે છે. જેમાં ખરાબ ડ્રાઇવિંગ સ્ટાઈલથી લઈ ચૂકી ગયેલી સર્વિસ સુધીની દરેક બાબતનો સમાવેશ થાય છે. આ સ્થિતિમાં અમે તમને કેટલીક ઇઝી ટિપ્સ જણાવશું જેને ફોલો કરીને તમે CNG કારમાં ખૂબ સારી માઇલેજ મેળવી શકો છો.
2/6
પ્રેશર રાખો કંપની દ્વારા સૂચવ્યા મુજબ જ કારના ટાયરમાં હવા ભરેલી હોવી જોઈએ. વધુ કે ઓછી હવા ભરવાનું ટાળવું જોઈએ. જો ટાયરમાં એર પ્રેશર ઓછું હોય તો વાહન ચલાવતી વખતે રબર અને રસ્તા વચ્ચે ઘર્ષણ વધે છે. તેનાથી કારના એન્જિન પર પ્રેશર આવે છે. આથી કારના ટાયર પ્રેશરને જાળવી રાખવું મહત્વનું છે. તેનાથી કારની માઇલેજ પણ વધે છે.
3/6
4/6
સીએનજી કારને એન્જિનમાં ઇગ્નીશન પ્રોસેસ માટે સારી ગુણવત્તાવાળા સ્પાર્ક પ્લગની જરૂર પડે છે. એટલા માટે સ્પાર્ક પ્લગ સારી સ્થિતિમાં હોવો ખૂબ જ જરૂરી છે. કારણ કે CNG વાહનોમાં ઇગ્નીશન તાપમાન પેટ્રોલ કાર કરતા ઘણું વધારે હોય છે. જો સ્પાર્ક પ્લગ યોગ્ય હશે તો એન્જિન સારી સ્થિતિમાં રહેશે અને માઇલેજ પણ વધશે.
5/6
સીએનજી કાર ચલાવતી વખતે ક્લચનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવામાં આવે તો માઇલેજ માટે સૌથી મોટો ખતરો બને છે. જો તમારે વધુ સારી માઇલેજ જોઈતી હોય તો ક્લચનો યોગ્ય અને સમયસર ઉપયોગ કરો. ક્લચનો બિનજરૂરી ઉપયોગ ફ્યુઅલ વપરાશ વધારે છે. ઘસાઈ ગયેલ ક્લચ કારનું માઈલેજ ઘટાડે છે. જેનાથી કાર્યક્ષમતા ઘટે છે અને ફ્યુઅલનો વપરાશ પણ વધારે થાય છે. વધુ ફ્યુઅલના ઉપયોગના કારણે કાર ઓછી માઇલેજ આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ