બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'નો રોમાન્સ..આ OYO નથી', રિક્ષા ડ્રાઇવરની પ્રેમી પંખીડાઓને કડક ટકોર, નોટિસનો ફોટો વાયરલ
Last Updated: 11:56 AM, 11 January 2025
તાજેતરમાં, OYOએ જાહેરાત કરી હતી કે તે અપરિણીત કપલ્સને રૂમ ભાડે નહીં આપે. આ સમાચારે અપરિણીત કપલ્સનનું દિલ તોડી નાખ્યું હશે અને હવે તેમની પાસે રોમાન્સ કરવાનો બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. એમાં હવે એક ઓટો ડ્રાઈવરે અપરિણીત કપલ્સની દુઃખતી રગ દબાવી છે. ઘણી વખત એવું જોવા મળે છે કે કપલ્સ ઓટો રિક્ષામાં પણ રોમાંસ કરવાની તક ચૂકતા નથી. એવામાં OYOની આ જાહેરાત પછી, એક ઓટો રિક્ષા ચાલકે અપરિણીત યુગલોને ચેતવણી આપી છે કે તેઓ તેમની રિક્ષામાં રોમાન્સ ન કરે. હવે આ ઓટો ડ્રાઈવરનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
⚡️Auto Driver's Hilarious 'No Romance, This Isn't OYO' Warning Goes Viral
— SaffronSoul (@TheRealDharm) January 7, 2025
Social Media Can't Get Enough of His Strict Yet Humorous Passenger Rules 😂 pic.twitter.com/8zG86FZw9q
એક ઓટો ડ્રાઈવરની આ ચેતવણી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આમાં ઓટો ડ્રાઈવરે પોતાની રિક્ષામાં મુસાફરી કરતા લોકો માટે કેટલાક નિયમો જણાવ્યા છે. આ ચેતવણી કડક છે પણ ખૂબ રમુજી છે. એક યુઝરે તેના સોશિયલ મીડિયા પર આ ફોટો શેર કર્યો છે, જેમાં ઓટોના પાછળના બોર્ડ પર એક મેસેજ લખેલો છે. સોશિયલ મીડિયા પર લોકો આ અંગે અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
ADVERTISEMENT
મેસેજમાં શું લખ્યું છે?
મેસેજમાં રિક્ષા ચાલકે તેની રિક્ષામાં રોમાંસ કરવા સામે ચેતવણી આપી અને મુસાફરોને સન્માનજનક વ્યવહાર કરવા જણાવ્યું છે. મેસેજમાં લખ્યું છે - "ચેતવણી!! કોઈ રોમાંસ નથી. આ એક કેબ છે, તમારી અંગત જગ્યા કે OYO નહીં, તેથી કૃપા કરીને અંતર જાળવી રાખો અને શાંત રહો. માન આપો, માન લો. આભાર." આ ચેતવણી ખૂબ જ કડક ભાષામાં લખવામાં આવી છે. લોકો આ પોસ્ટ પર પોતાનું રિએક્શન આપી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે તે યોગ્ય છે અને કેટલાક કહી રહ્યા છે કે તે ખોટું છે. ચાલો જાણીએ કે અપરિણીત યુગલોના રોમાંસ પર આ ઓટો ડ્રાઈવરની ચેતવણી પર લોકોની પ્રતિક્રિયાઓ શું છે.
સોશિયલ મીડિયા પર આવ્યા રિએક્શન
માહિતી મુજબ, પોસ્ટ શેર કરનાર યુઝરે એક હળવી કોમેન્ટ પણ કરી, જેમાં કહ્યું કે તેને આ નિયમો તોડવાની ચિંતા કરવાની જરૂર નથી. એક યુઝરે કોમેન્ટ કરી, "એ મજાનું છે કે ચેતવણી અપાતા પહેલા આ ઘટના કેટલી વાર થઈ હશે." અન્ય લોકોએ OYO ની ચેતવણીની મજાક ઉડાવી. અપરિણીત કપલ્સના રોમાંસ વિરુદ્ધ રિક્ષા ચાલકની આ વાયરલ પોસ્ટ પર, એક યુઝરે લખ્યું કે, 'આ ઓટોવાળા ભાઈને મારા તરફથી ખૂબ ખૂબ માન'. બીજા એક યુઝરે લખ્યું - "ડ્રાઈવરનું સન્માન કરો, સવારીનું સન્માન કરો, કોઈ હરકતો નહીં." ત્રીજા યુઝરે લખ્યું, 'એવું લાગે છે કે ઓટો ડ્રાઈવરે વાતને દિલ પર લીધી.'
આ પણ વાંચો: મહાકુંભમાં એમ્બેસેડર બાબાએ જમાવ્યું આકર્ષણ, 52 વર્ષ જૂની કારને માને છે માં, કહાની અનોખી
ચોથા યુઝરે લખ્યું, 'ઓયો પછી, ઓટો ડ્રાઇવરે નિબ્બા-નિબ્બીને તેમની ઓકાત બતાવી દીધી.' પાંચમા યુઝરે લખ્યું, 'મજા આવી ગઈ, હું તો સિંગલ છું'. બીજા એક યુઝરે લખ્યું, 'ઓટોવાળા ભાઈ દ્વારા ખૂબ જ સારી પહેલ'. ઘણા યુઝર્સ એવા પણ છે જેઓ લખી રહ્યા છે કે અમને શું વાંધો હોય, અમે તો સિંગલ છીએ. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઓયોએ નવા દિશાનિર્દેશો જારી કરીને જણાવ્યું હતું કે મેરઠમાં અપરિણીત કપલ્સને હવે ચેક-ઇન કરવા નહીં મળે.
ગયા વર્ષે પણ વાયરલ થઈ હતી આવી જ પોસ્ટ
ગયા વર્ષે, એક કેબ ડ્રાઇવરે પોતાના વાહનમાં મુસાફરી કરનારાઓ માટે કેટલાક નિયમો બનાવ્યા હતા. આનાથી Reddit પર ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ડ્રાઇવરે તેના મુસાફરોને વિનમ્ર અને આદરપૂર્ણ વર્તન કરવા અને તેને "ભૈયા" કહેવાનું ટાળવા કહ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
યુવાનો માટે રેડ એલર્ટ / હોટલમાં ગર્લફ્રેન્ડ બોલાવી, દારુ સાથે યૌન વર્ધક દવાઓ લેતાં યુવાનનું દર્દનાક મોત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT