Auto Company VRS for permanent employees amidst slowdown
મંદી /
ઑટો કંપનીઓએ કર્મચારીઓને VRS આપવાની કરી જાહેરાત
Team VTV04:32 PM, 04 Oct 19
| Updated: 04:32 PM, 04 Oct 19
સપ્ટેમ્બર મહિનો પણ ઑટો સેક્ટર માટે રાહત ભરેલો રહ્યો નથી. તો બીજી બાજુ હવે ટોયોટા કિર્લોસ્કર મોટરે પોતાના કાયમી કર્મચારીઓને સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ લેવા માટે કહી દીધું છે.
ટોયોટા કિર્લોસ્કર મોટરે પોતાના કાયમી કર્મચારીઓને સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ લેવા માટે કહી દીધું છે
આ પહેલા જનરલ મોટર્સ, હીરો મોટોકૉર્પ, અશોક લેલેન્ડે બે મહિના પહેલા વીઆરએસ શરૂ કરવાની જાહેરાત કરી હતી
પહેલા આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે તહેવારની સિઝનમાં ઑટો સેક્ટરમાં ગાડીઓના વેંચાણમાં વધારો થશે, પરંતુ જેમ આશા હતી એટલું રહ્યું નહીં.
ચાર કંપનીઓએ કરી જાહેરાત
માહિતી અનુસાર જાપાનની ટોયોટા મોટર કોર્પોરેશનની ભારતીય સબ્સિડિયરી કંપની ટોયોટા કિર્લોસ્કર મોટર ચોથી એવી કંપની બની ગઇ છે જેને પોતાના કર્મચારીઓ માટે વીઆરએસ એટલે કે સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ યોજના શરૂ કરી છે. આ પહેલા જનરલ મોટર્સ, હીરો મોટોકૉર્પ, અશોક લેલેન્ડે બે મહિના પહેલા વીઆરએસ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
કાયમી કર્મચારીઓને આપી ઑફર
એક રિપોર્ટ અનુસાર કંપનીએ ગત 23 ઑક્ટોબરે એવી સ્કીમ લૉન્ચ કરી હતી, જે 22 ઑક્ટોબર, 2019એ શરૂ થઇ હતી. આ સ્કીમમાં એ લોકોને સામેલ કરવામાં આવ્યા છે, જે કાયમી કર્મચારી છે અને કંપનીમાં પાંચ વર્ષથી વધારે કામનો અનુભવ છે. જો કે કંપનીએ કાયમી કર્મચારીઓ માટે અત્યાર સુધી કોઇ સ્કીમ લૉન્ચ કરી નથી. કંપનીનું કહેવું છે કે એમના કોન્ટ્રાક્ટનું નવીનીકરણ કરવામાં આવશે નહીં.
ઑપરેશન કૉસ્ટમાં થશે ઘટાડો
આ પહેલા અશોક લેલેન્ડે પણ ઓગસ્ટમાં પોતાના કર્મચારીઓ માટે આવી જ સ્કીમ લૉન્ચ કરી હતી અને ગાડીઓના ઉત્પાદનમાં ઘટાડો પણ કર્યો હતો. ત્યાર બાદ ટુવ્હીલર બનાવનારી કંપની મોટોકૉર્પના નુકસાનને પૂરું કરવા સપ્ટેમ્બરમાં પોતાના કર્મચારીઓ માટે વીઆરએસ સ્કીમ લૉન્ચ કરી હતી. તો બીજી બાજુ વિશેષજ્ઞોનું કહેવું છે કે કંપનીઓ મુખ્યરૂપથી કર્મચારીઓ માટે આ પ્રકારની યોજનાઓ એટલા માટે લાવે છે કારણ કે ઑપરેશન કૉસ્ટમાં ઘટાડો થાય અને એનો લાભ વધે.
કંપની-કર્મચારી બંને માટે ફાયદાકારક
બીજી બાજુ વીઆરએસ સ્કીમ નિયોક્તાઓની સાથે સાથે કર્મચારીઓ માટે ખૂબ લાભદાયક હોય છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે કોઇ ફણ કર્મચારીઓને બહાર કરવાની જગ્યાએ આ સ્કીમ વધારે લાભદાયી છે. આવા પગલા ભરવાથી કંપનીઓ કર્મચારીઓનું મહત્વ પ્રદર્શિત કરે છે, સાથે સાથે કર્મચારીઓના ખર્ચને ઓછો કરવાનો પણ પ્રયત્ન કરે છે.
આ વર્ષની શરૂઆત છ મહિનામાં ટોયોટો કિર્લોસ્કરના ઉત્પાદનમાં 37 ટકા, હીરો મોટોકૉર્પના ઉત્પાદનમાં 36 ટકાનો ઘટાડો ઓવ્યો છે. આ ઉપરાંત એપ્રિલથી સપ્ટેમ્બર 2019ની વચ્ચે અશોક લેલેન્ડે ઉત્પાદનમાં 18 ટકાનો ઘટાડો કર્યો છે.