બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / રસ્તા પર કાર બંધ પડી જાય તો ચિંતા ન કરતા, આ રીતે મફતમાં સર્વિસ સેન્ટર સુધી પહોંચાડો
Last Updated: 12:34 AM, 16 April 2025
આજકાલ લોકોને હવે તમામ સુવિધાઓ સરળતાથી મળી રહી છે. માર્કેટમાં દરેક વસ્તુમાં કોમ્પિટિશન વધી રહી છે. જેના પગલે લોકોને હવે પહેલા કરતા વધારે ફાયદા મળી રહ્યા છે. તમારી સાથે ક્યારેક એવું બન્યું હશે કે તમે તમારી કારમાં જઈ રહ્યા છો અને અચાનક તમારી કાર ખરાબ થઈ જાય છે. જ્યારે તમારું વાહન એવી જગ્યાએ ખરાબ થઈ જાય છે જ્યાં નજીકમાં કોઈ મિકેનિક ન હોય કે ગેરેજ ન ત્યારે તમારું ટેન્શન વધુ વધી જાય છે. પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ કે જેના દ્વારા તમે તમારી કારને મફતમાં સર્વિસ સેન્ટર લઈ જઈ શકશો.
ADVERTISEMENT
ADVERTISEMENT
જ્યારે તમે કાર ખરીદો છો, ત્યારે કંપની તમારી સુવિધા માટે રોડ સાઇડ આસિસ્ટન્સ સુવિધા પૂરી પાડે છે. પરંતુ જો તમારી પાસે જૂની કાર હોય તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. જૂની કાર વીમો ખરીદતી વખતે ગ્રાહકો તેમાં RSA પણ ઉમેરી શકે છે.
આ સુવિધા તમને ઈમરજન્સીમાં કામ આવી શકે છે. ખૂબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ આ એડ-ઓન તમારા મુશ્કેલીના સમયમાં ખૂબ ઉપયોગી થઈ શકે છે. રોડ સાઇડ આસિસ્ટન્સની સુવિધા મેળવ્યા પછી જો તમારું વાહન ક્યાંય પણ કામ કરવાનું બંધ કરી દે, તો ટોઇંગ ક્રેન પોતે તેને સર્વિસ સેન્ટર પર લઈ જવા માટે ત્યાં પહોંચશે અને તમારા વાહનને કોઈપણ ચાર્જ વિના સર્વિસ સેન્ટર પર લઈ જશે. આ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
વધુ વાંચો : ગરમીની સિઝનમાં અપનાવો આ કાર ટિપ્સ, નહીં આવે દુર્ગંધ
ધારો કે તમે તમારા વીમામાં રોડ સાઇડ આસિસ્ટન્સ ઉમેર્યું નથી અને તમારી કાર શહેરથી દૂર બગડી જાય છે, તો તમારે અને તમારા પરિવારે જાતે જ કાર ગેરેજ સુધી લઈ જવી પડે છે. આ કરવું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. તેથી તમે કોઈપણ સમયે તમારા વીમામાં રોડ સાઇડ સહાય એડ શકો છો. આ નાની રકમ તમને અને તમારા પરિવારને મોટી સમસ્યાઓથી બચાવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.