austrian embassy in india will remain closed till 11 novembe
નિર્ણય /
વિયેના હુમલા બાદ ઓસ્ટ્રિયાનો નિર્ણય, ભારતમાં 11 નવેમ્બર સુધી બંધ રહેશે દૂતાવાસ
Team VTV01:11 PM, 03 Nov 20
| Updated: 01:25 PM, 03 Nov 20
ઓસ્ટ્રિયાના વિયેનામાં આતંકવાદી હુમલા બાદ ભારતમાં તેનું દૂતાવાસ 11 નવેમ્બર સુધી બંધ રહેશે. આ જાણકારી ઓસ્ટ્રિયાના દૂતાવાસે આપી છે. તેમણે જણાવ્યું કે તકેદારીના ભાગ રુપે ઓસ્ટ્રેલિયા દૂતાવાસે આ નિર્ણય લીધો છે.
ભારતમાં ઓસ્ટ્રિયન દૂતાવાસ 11 નવેમ્બર સુધી બંધ રહેશે
આ સમયે ભારત, ઓસ્ટ્રેલિયાની સાથે ઉભું છે -પીએમ મોદી
પોલીસ હુમલાખોરને ઠાર મારવામાં સફળ રહી
ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં બંદૂકધારીઓએ સોમવારે સાંજે લોકડાઉન લાગૂ થતા પહેલા બહાર ફરી રહેલા લોકો પર ગોળીબાર કરી દીધો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં અત્યાર સુધીમાં એક હુમલાવર સહિત 2 લોકોનાં મોત થયા છે. પોલીસે ઘટનાની તપાસ કરી છે. 15 લોકો ઘાયલ થવાના સમાચાર પણ મળ્યા છે. ઓસ્ટ્રેલિયાના ચાન્સેલર સેબસ્ટિયન કુર્જે કહ્યું કે મને જણાવતા આનંદ થઈ રહ્યો છે કે પોલીસ હુમલાખોરને ઠાર મારવામાં સફળ રહી છે.
તેમણે કહ્યું કે અમે એવું નહીં થવા દઈએ કે આતંકવાદી અમને ડરાવે. અમે તમામ રીતે આતંકીઓ સામે લડીશું. પોલીસે જણાવ્યું કે શહેરના એક રસ્તા પર રાતે 8 વાગ્યા બાદ ગોળીબાર થયો. 6 સ્થળોએ આવી ઘટના બની છે.
ઓસ્ટ્રિયાના મુખ્ય સુરક્ષા અધિકારીએ કહ્યું કે અધિકારીઓનું માનવું છે કે અનેક બંઘૂકધારી આમાં સામિલ હતા અને પોલીસે હવે અભિયાન હાથ ધર્યું છે. ગૃહમંત્રી કાર્લ નેહમ્મરે સરકારી પ્રસારક ઓઆરએફને જણાવ્યું કે આ એક આતંકી હુમલો લાગે છે.
પોલીસે લોકોને ટ્વીટની મદદથી કહ્યું છે કે હુમલાને લઈને સાવધાન રહે. આ સાથે લોકોને અફવાથી બચવાની સલાહ આપી છે. પોલીસે લખ્યું કે મહેરબાની કરીને અફવા, આરોપ, અટકળો, પીડિતોની અપુષ્ટ સંખ્યાને ન જુઓ. શક્ય હોય તો ઘરમાં રહો અને સાર્વજનિક સ્થળોએ ન જાઓ.
ત્યારે પીએમ મોદીએ ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરતા કહ્યું કે દુખની આ ઘડીમાં ભારત, ઓસ્ટ્રેલિયાની સાથે છે. મોદીએ મંગળવારે ટ્વીટ કરી કહ્યું કે વિયેનામાં કાયરતા ભર્યા આતંકી હુમલાથી સ્તબ્ધ અને દુઃખી છું. આ સમયે ભારત, ઓસ્ટ્રેલિયાની સાથે ઉભું છે. મારી સંવેદનાઓ પીડિતો અને તેમના પરિવારજનો સાથે છે.