બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / વિશ્વ / હવેથી આ 6 રાજ્યોના વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા નહીં જઇ શકે, જેમાં છે ગુજરાતનો પણ સમાવેશ
Last Updated: 12:42 PM, 21 April 2025
ઓસ્ટ્રેલિયાની ઘણી યુનિવર્સિટીઝે હવે સ્ટુડન્ટ વિઝાના બહાને માઇગ્રેશન માટે આવતા વિદ્યાર્થીઓને રોકવા માટે દેશના ગૃહ મંત્રાલય સાથે મળી નિયમો કડક કર્યા છે. આ યુનિવર્સિટીઝે ભારતના છ રાજ્યોના વિદ્યાર્થીઓને વિઝા આપવા પર મહદઅંશે પ્રતિબંધ મુકી દીધો છે. આ છ રાજ્યોમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને જમ્મુ અને કાશ્મીરનો સમાવેશ થાય છે. આ છ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ દ્વારા સબમીટ કરાતા ડોક્યુમેન્ટમાં ઘણા બધા સ્કેમ સામે આવ્યા બાદ અલગ-અલગ યુનિવર્સિટીઝે આ પગલુ લીધું છે.
ADVERTISEMENT
એવું નથી કે તમામ યુનિવર્સિટી દ્વારા સાર્વજનિક ધોરણે આ છ રાજ્યોના વિદ્યાર્થીઓને વિઝા આપવા પર બેન મુકાયો હોય પરંતુ જે વિઝા અપાઇ રહ્યા છે તે કડક દેખરેખ અને ઝીણવટપૂર્વકની તપાસ બાદ અપાઇ રહ્યા છે..
આ પણ વાંચોઃ એક ભૂલ..., અને 800થી વધારે ફ્લાઇટ્સ દિલ્હી એરપોર્ટ પર લેટ પડી, સામે આવ્યું ચોંકાવનારું કારણ
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઝ દેશના ગૃહમંત્રાલય સાથે મળીને સ્ટુડન્ટ વિઝા પ્રોસેસ કડક કરવા પર કામ કરી રહી છે. સ્ટુડન્ટ વિઝા મેળવવા બનાવટી ડોક્યુમેન્ટને કારણે ઓસ્ટ્રેલિયન ઓથોરિટી પોતાની છબી ખરડાતી હોવાનો અનુભવ કરી રહી છે..
ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઝ દ્વારા લેવાયેલા આ નિર્ણયને કારણે સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા જવા માંગતા છ રાજ્યોના અનેક વિદ્યાર્થીઓને અસર પહોંચશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.