બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / વિશ્વ / Australian pm Scott morrison came covid positive after attending ceremony at sydney school

Scott Morrison / ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન કોરોના પોઝિટીવ, 1000 લોકોનાં કાર્યક્રમમાં પણ જઈ આવ્યા

Mayur

Last Updated: 12:13 PM, 15 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન એક શાળામાં પદવીદાન સમારોહ માટે ગયા હતા. ત્યાર બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

  • ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન કોરોના સંક્રમિત 
  • પદવીદાન સમારોહમાં પણ ગયા હતા 
  • છ દિવસ બાદ ફરી તપાસ થશે 

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. મંગળવારે હાથ ધરાયેલી કોરોના તપાસમાં આ વાતની પુષ્ટિ થઈ છે.

પદવીદાન સમારોહમાં પણ ગયા

વધારે ખરાબ સમાચારની વાત એ છે કે શુક્રવારે જ તે સિડનીની એક શાળામાં આયોજિત પદવીદાન સમારોહમાં પણ ગયા હતાં. આ સમારોહમાં લગભગ 1000 અન્ય લોકો પણ પહોંચ્યા હતા. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પીએમ મોરિસન સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ તેમનમાં કોરોનાની પુષ્ટિ થઈ છે.

આઈસોલેશનમાં રહેવાની જરૂર નથી.
વડાપ્રધાન કાર્યાલયે કહ્યું કે કોવિડ-19 સંક્રમિત થયા બાદ વડાપ્રધાનના બે RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. આવી સ્થિતિમાં ડોક્ટરોએ કહ્યું છે કે તેમને આઈસોલેશનમાં રહેવાની જરૂર નથી. આ હોવા છતાં, સ્કોટ મોરિસન સંપૂર્ણ સાવચેતી રાખી રહ્યા છે.

છ દિવસ બાદ ફરી તપાસ

જો કે આમ છતાં છ દિવસ પછી તેઓની ફરીથી તપાસ કરવામાં આવશે. અને ત્યારના રિપોર્ટના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે. બુધવારે ઓસ્ટ્રેલિયામાં કોરોનાના 1360 નવા કેસ નોંધાયા હતા. જ્યારે મંગળવારે 804 કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા.

અગાઉ બીજા દેશોના વડાઓ પણ આવ્યા હતા પોઝિટીવ 

ઉલ્લેખનીય છે કે અગાઉ બ્રિટનનાં પ્રાઇમ મિનિસ્ટર બોરિસ જોહ્ન્સનને પણ કોવિડ થઈ ચૂક્યો છે. તાજેતરમાં સાઉથ આફ્રિકન પ્રેસિડેન્ટ પણ સંક્રમિત હોવાના અહેવાલો આવ્યા હતા. ફિનલેન્ડનાં પી એમ તો પોતે ક્લબિંગ માટે જતાં રહ્યા હોવાથી તેઓની નિંદા પણ થઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ