બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Australian Open aryna sabalenka from belarus won the title of women singles

સ્પોર્ટ્સ / ન દેશનું નામ, ન દેશનો ઝંડો.. સાબાલેંકાએ Australian Openનું જીત્યું ટાઇટલ, ચેમ્પિયન બનતા જ ધ્રુસકેને-ધ્રુસકે રડી પડી

Vaidehi

Last Updated: 05:44 PM, 28 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

24 વર્ષીય બેલારૂસની ખેલાડી આ ટૂર્નામેન્ટમાં પોતાના દેશનાં નામ અને ઝંડા વગર રમી રહી હતી તેમ છતાં તેણે પોતાનું અને પોતાના દેશનું નામ ગર્વથી ઊંચુ કર્યું...

  • બેલારૂસની ખેલાડીએ દેશનાં નામ વગર જીત્યું ટાઈટલ
  • અરિના સાબાલેંકાએ મહિલા સિંગલ્સનું ટાઈટલ જીત્યું
  • સાબાલેંકાએ 4-6, 6-3, 6-4 નાં સ્કોરથી જીત મેળવી

ઑસ્ટ્રેલિયન ઓપનનાં ઈતિહાસમાં વધુ એક ચેમ્પિયનનું નામ જોડાઈ ગયું છે. વર્ષનાં પહેલાં ગ્રેન્ડ સ્લેમમાં બેલારૂસની અરિના સાબાલેંકાએ મહિલા સિંગલ્સનું ટાઈટલ પોતાના નામ કર્યું છે. શનિવારે 28 જાન્યુઆરીનાં મેલબર્નનાં રોડ લેવર એરિનામાં થયેલ ફાઈનલમાં આશરે અઢી કલાક ચાલેલી મેચ અને 3 સેટનાં સંઘર્ષમાં સાબાલેંકાએ કજાકિસ્તાનની ઈલેના રાયબાકીનાને હરાવીને પહેલીવાર ઑસ્ટ્રેલિયન ઓપનનું ટાઈટલ જીત્યું છે. પહેલો સેટ હાર્યા બાદ વાપસી કરીને સાબાલેંકાએ 4-6, 6-3, 6-4 નાં સ્કોરથી જીત મેળવી હતી અને પોતાના કરિયરનો પહેલો ગ્રેન્ડ સ્લેમ જીત્યો હતો.

વિંબલડન ચેમ્પિયન રાયબાકીનાની મુશ્કલીભરી ટક્કર
ટૂર્નામેન્ટમાં ચોથી સીડ સાબાલેંકાની સામે વિંબલડન ચેમ્પિયન રાયબાકીનાની મુશ્કલીભરી ટક્કર હતી. રાયબાકીનાએ વર્તમાન વર્લ્ડ નંબર વન ઈગા સ્વાંતેક સહિત 3 ગ્રૈંડ સ્લેમ ચેમ્પિયન ખેલાડીઓની હરાવીને ફાઈનલ સુધીની યાત્રા કરી છે. તેવામાં તેમને આ ટાઈટલ માટેના દાવેદાર માનવામાં આવી રહ્યું હતું. પરંતુ છેલ્લે-છેલ્લે સાબાલેંકાએ બાજી મારી ટાઈટલ પોતાને નામ કર્યું.

6-4નાં સ્કોરથી માત આપી
રાયબાકીનાએ મેચની શરૂઆત પણ ધમાકેદાર કરી હતી અને પહેલા સેટમાં સાબાલેંકાને વગર કોઈ મુશ્કેલી 6-4નાં સ્કોરથી માત આપી હતી. પછીનાં સેટમાં તેમની પાસે ટાઈટલ જીતવાનાં ચાન્સ વધી શકતાં હતાં પરંતુ સાલાબેંકાએ શાનદાર વાપસી કરીને 6-3થી બીજો સેટ અને 6-4થી ત્રીજો સેટ પણ જીતી લીધો. ખેલ દરમિયાન સાબાલેંકાએ ઘણીવાર ડબલ ફૉલ્ટ પણ કર્યાં અને રાયબાકીનાને વાપસી કરવાનાં મોકા પણ આપ્યાં હતાં.

સંકળાયેલા મુદ્દાઓ

Australian Open final sabalenka સ્પોર્ટ્સ Australian Open
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ