australian government starts program with india named after cds general bipin rawat
સન્માન /
CDS જનરલ રાવતનાં માનમાં ઓસ્ટ્રેલિયાએ લીધો મોટો નિર્ણય, ભારત સાથે મળીને શરૂ કરશે આ કાર્યક્રમ
Team VTV01:27 PM, 22 Mar 22
| Updated: 01:37 PM, 22 Mar 22
સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન વચ્ચે વર્ચ્યુઅલ સમિટ થઈ હતી. બાદ ઓસ્ટ્રેલિયન સરકારે જનરલ રાવતને અનોખુ સન્માન આપ્યું છે.
યંગ ડિફેન્સ ઓફિસર્સ એક્સચેન્જ પ્રોગ્રામ
ભારત-ઓસ્ટ્રેલિયા સમિટ દરમિયાન હસ્તાક્ષર
જનરલ બિપિન રાવતના નામ પરથી નામકરણ
ઈન્ડિયા ઓસ્ટ્રેલીયા વચ્ચે સમીટ
સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન વચ્ચે વર્ચ્યુઅલ સમિટ થઈ હતી. વિદેશ મંત્રાલયે ભારત-ઓસ્ટ્રેલિયા સમિટ દરમિયાન હસ્તાક્ષર કરાયેલા દસ્તાવેજોની યાદી જાહેર કરી.
યંગ ડિફેન્સ ઓફિસર્સ એક્સચેન્જ પ્રોગ્રામ
ઓસ્ટ્રેલિયન સરકારે જનરલ રાવત ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા યંગ ડિફેન્સ ઓફિસર્સ એક્સચેન્જ પ્રોગ્રામની સ્થાપનાની જાહેરાત કરી છે. બંને દેશોએ પરસ્પર સંરક્ષણ સહયોગ વધારવા માટે યંગ મિલિટરી ઓફિસર્સ એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી હતી. ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે તેનું નામ ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતના નામ પર રાખવામાં આવશે.
જનરલ બિપિન રાવતનું ગયા વર્ષે ડિસેમ્બરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું હતું. હેલિકોપ્ટર દુર્ઘટનામાં જનરલ રાવતની પત્ની મધુલિકા રાવત અને સંરક્ષણ દળના અન્ય 12 જવાનો પણ માર્યા ગયા હતા.
જાન્યુઆરી 2020 માં દેશના પ્રથમ CDS તરીકે નિયુક્ત
જનરલ રાવતને જાન્યુઆરી 2020 માં દેશના પ્રથમ CDS તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે પહેલા, 17 ડિસેમ્બર 2016 ના રોજ, ભારત સરકારે તેમને આર્મી સ્ટાફના 27માં વડા તરીકે નિયુક્ત કર્યા હતા. સેમ માણેકશા અને દલબીર સિંહ સુહાગ પછી તેઓ ગોરખા બ્રિગેડના ત્રીજા અધિકારી હતા જેઓ આર્મી ચીફ બન્યા હતા.
જનરલ બિપિન રાવતને મરણોત્તર પદ્મ વિભૂષણ
નોંધનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જનરલ બિપિન રાવતને (મરણોત્તર) પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા તે જ દિવસે આ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. જનરલ બિપિન રાવતની પુત્રીઓ કૃતિકા અને તારિણીને તેમના વતી પદ્મ વિભૂષણ એવોર્ડ અપાયો હતો.
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, જનરલ રાવતે ભારતીય સશસ્ત્ર દળોના પુનર્ગઠન અને આધુનિકીકરણ પર ખૂબ ભાર મૂક્યો હતો. તેમણે ટ્રેનિંગમાં સંયુક્ત કૌશલ્યો તરફ સુધારાની પહેલ કરી અને ઘણી સંયુક્ત તાલીમ સંસ્થાઓને કાર્યરત કરી હતી.