Olympics 2020 / ઓલિમ્પિક પર કોરોના ત્રાટક્યોઃ આ દેશોએ પોતાના ખેલાડીઓ મોકલવા કર્યો ઇનકાર

Australia pull out of Olympics as pressure mounts on Tokyo to postpone 2020 Games

કોરોના વાઇરસના કારણે ટોકિયો ઓલિમ્પિક પર સંકટનાં વાદળ મંડરાવા માંડ્યાં છે. કોઈ પણ સંજોગોમાં ટોકિયો ઓલિમ્પિકનું આયોજન કરવાની કોશિશને એ સમયે મોટો ઝટકો લાગ્યો, જ્યારે ઓસ્ટ્રેલિયા અને કેનેડાએ પોતાના ખેલાડીઓને ટોકિયો ઓલિમ્પિકમાં મોકલવાનો ઇનકાર કરી દીધો. આ બંને દેશે પોતાના ખેલાડીઓને કહ્યું છે કે તેઓ પોતાની તૈયારીઓ ચાલુ રાખે, પરંતુ આ વર્ષે ટોકિયો ઓલિમ્પિક યોજાય તેવી શક્યતા નથી. કોરોના વાઇરસ દુનિયાભરમાં વધુ ને વધુ ફેલાઈ રહ્યો છે ત્યારે જો ઓલિમ્પિકનું આયોજન થાય તો આ મહામારી વધુ ઝડપથી ફેલાઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ